વરસતા વરસાદમાં બહારના જેવું જ ઘરે કંઈ બનાવીને ખાવાનું મન થાય ત્યારે ચીઝ ગાર્લિક બન ચોક્કસ બનાવી શકાય.
પીઝાને પણ ટક્કર મારે એવું ઘરે બનાવેલું ચીઝ ગાર્લિક બન ઘરે ફટાફટ બની જાય છે.
બર્ગર બન જરૂર પ્રમાણે, લસણની કળીઓ, ચીલી ફ્લેક્સ, ઓરેગેનો, બટર, મોજરેલા ચીજ.
સૌથી પહેલા તમે એક બટરનો ટુકડો લો અને તેમાં ચીલી ફ્લેક્સ, ઓરેગેનો અને લણસની પેસ્ટ નાંખી સારી રીતે મીક્સ કરી દો
ત્યારબાદ એક બન લો તેના ઉપર ઊભા અને આડા કાપા કરી દો. અગાઉ તૈયાર કરેલી બટર, લસણની પેસ્ટ બનની ઉપર બનાવેલા કાપામાં ભરી દો.
ત્યારબાદ તેના ઉપર મોઝરેલા ચીઝના નાનાનાના ટૂકડા ભરીને ભરૂ દો.ત્યારબાદ ઉપર થોડું બરટ બ્રસ કરો.
એક પેન લઈને બટર ગ્રીસ કર્યા બાદ આ બન ચીઝ મેલ્ટ ન થાય ત્યાં સુધી શેકો. આવી રીતે બની જશે તમારું ચીઝ ગાર્લિક બન.