ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે અને જ્યારે પણ વરસાદ પડે ત્યારે લોકોને ગરમા ગરમ ભજીયા કે દાળવડાં ખાવાનું મન ચોક્કસ થાય છે.

Jul 09, 2024, 02:57 PM

ભજીયાની લારી હોય કે દુકાન, ભજીયા ખાવા માટે લોકોની લાઈનો લાગી જતી હોય છે. પરંતુ કેટલાક લોકો ભજીયા ઘરે જ બનાવવાનું પસંદ કરતા હોય છે.

અત્યારે ભજીયાની અનેક વેરાઈટી માર્કેટમાં આવી ગઈ છે. ત્યારે અમે તમને અહીં એકદમ ટેસ્ટી અને બાળકોને પ્રિય એવા બટાકા ચોખાના ભજીયાની રેસીપી જણાવીશું.

બટાકા ચોખાના ભજીયા બનાવા માટે સમાગ્રી

ચોખા, બટાકા, લીલા મચરા, તેજાના, લીલા ધાણા, કાંદા, કસ્તૂરી મેથી, હળદર, મરચું, મીઠું, ખાવાના સોડા, વરિયાળી, લીંબુ.

બટાકા ચોખાના ભજીયા બનાવવાની રીત

બટાકા ચોખાના ભજીયા બનાવવા માટે પહેલા એક કપ ચોખાને બે કલાક સુધી પાણીમાં પલાળી રાખવા. મીડિયમ સાઈઝના ત્રણ બટાકાને પણ બાફી રાખવા.

બાફેલા બાટાકાને એકદમ મેસ કરી દેવા. ત્યારબાદ પાણીમાં પલાળેલા ચોખાને પણ ગ્રાઇન્ડરમાં ક્રસ કરી દેવા. આ બેટરમાં ક્રસ કરેલા બટાકા ઉમેરી દેવા.

બટાકા અને ચોખાના ખીરામાં ઝીંણા કાપેલા લીલા મરચા, મરી, ઝીણા કાપેલા લીલા ધાણા, ઝીણાં કાપેલા કાંદા, કસ્તૂરી મેથી સહિતના મસાલા ઉમેરી સરખી રીતે મીક્સ કરી દો.

આમ તમારું ભજીયાનું ખીરું તૈયાર થઈ જશે અને ગરમ તેલમાં આ ખીરામાંથી ભજીયા બનાવી તળવા લાગો. આમ તમારા બટાકા ચોખાના ભજીયા તૈયાર થઈ જશે.