Sep 08, 2025
ગુજરાતમાં ચોમાસું બરોબર જામ્યું છે. ભારે વરસાદ વચ્ચે લોકો ભજીયા કે ગરમા ગરમ સમોસા ખાય છે.
વરસાદી મોસમ લીલી ચટણી વચ્ચે ભજીયા અને સમોસા, કચોરીનો સ્વાદ બમણો કરે છે. આ ચટણી વગર વાગની અધુરી રહે છે.
તાજા ધાણાના પાનમાંથી બનેલી આ ચટણી સ્વાદમાં તીખી અને ખાટી-મીઠી હોય છે. આ ચટણી સ્વાદ સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
તાજા ધાણાના પાન - 1 કપ (ધોઈને સમારેલા), લીલા મરચાં - 2-3 (સ્વાદ મુજબ), આદુ-અડધો ટુકડો
લસણની કળી-2-3, લીંબુનો રસ -1 ટેબલસ્પૂન, શેકેલા જીરાનો પાવડર-1/2 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, પાણી - જરૂર મુજબ
સૌપ્રથમ લીલા ધાણાના પાનને બે ચાર વખત પાણીમાં સારી રીતે ધોઈને બારીક સમારી લો.
હવે મિક્સર જારમાં ધાણા, લીલા મરચાં, આદુ અને લસણ નાખો. તેમાં મીઠું, શેકેલા જીરાનો પાવડર અને થોડું પાણી નાખીને બારીક પીસી લો.
હવે તેમાં લીંબુનો રસ ઉમેરો અને ફરીથી થોડું બ્લેન્ડ કરો. તૈયાર કરેલી ચટણીને એક બાઉલમાં કાઢીને પકોડા, સમોસા, પરાઠા સાથે આનંદ મ્હાણો