ઝરમર વરસાદમાં ચટપટું ખાવાનું મન થાય તો બનાવો આ ચાટ, મજા ડબલ થઈ જશે

Jun 19, 2025, 11:37 AM

મકાઈ ચાટ

વરસાદી મોસમ જામી ચુકી છે. અને વરસતા વરસાદમાં લોકોને ગરમાગર ભજીયા કે ચટપટું ખાવાનું મન ચોક્કસ થાય.

મકાઈ ચાટ

વરસાદી માહોલમાં તમને પણ ચટપટું ખાવાનું મન થતું હોય તો ફટાફટ બની જતી મકાઈ ચાટ ટ્રાય કરો

મકાઈ ચાટ

મકાઈની ચટપટી ચાટ ફટાફટ બની જતી હોય છે ટેસ્ટની સાથે સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી હોય છે.

સામગ્રી

મકાઈ ડોડા, કાંદા, ટામેટા, લીલા ધાણા, લીલા મરચા, ધાણાજીરુ પાઉડર, કાશ્મીરી મરચું પાઉડર, સંચળ, ચાટ મસાલો, લીંબુ, બટર.

મકાઈ ડોડા બાફવા

મકાઈ ચાટ બનાવવા માટે સૌથી પહેલા એક કૂકરમાં મકાઈના ડોડા લઈને પાણી નાંખીને સારી રીતે બાફી લેવી.

મકાઈના દાણા છૂટા પાડવા

મકાઈના ડોડા બફાઈ જાય ત્યારબાદ ડોડામાંથી મકાઈના દાણા અલગ કરીને એક બાઉલમાં લઈ લો.

મકાઈ ચાટ તૈયાર કરવી

બાઉલમાં મકાઈના દાણા કાઢ્યા બાદ તેમાં ઝીંણા કાપેલા કાંદા, ઝીંણા કાપેલા ટામેટા, ઝીંણા કાપેલા લીલા મરચા નાખો.

મકાઈ ચાટ તૈયાર કરવી

ત્યારબાદ ઉપરથી ધાણાજીરુ પાઉડર, કાશ્મીરી મરચું પાઉડર, સંચળ, ચાટ મસાલો નાખી ઉપરથી લિંબુ નીચેવો.

મકાઈ ચાટ તૈયાર કરવી

હવે ઝીંણા કાપેલા લીલા ધાણા નાંખીનો અને બટરનો નાનો ટુકડો નાંખીને સારી રીતે મીક્સ કરો. આમ તૈયાર થઈ જશે તમારી મકાઈની ચટપટી ચાટ.