Sep 09, 2025
ઠંડા વરસાદી મોસમમાં પરિવાર સાથે સાંજની ચા દરમિયાન ગરમાગરમ અને ક્રન્ચી નાસ્તાનો આનંદ માણી શકો છો.
આવા ખાસ પળોને વધુ યાદગાર બનાવવા માટે અમે તમારા માટે એક ખાસ રેસીપી લાવ્યા છીએ, જે છે મકાઈના વડા.
સ્વાદ અને સ્વાસ્થ્ય માટે એક ઉત્તમ નાસ્તો છે. જે બનાવવા માટે ખૂબ જ સરળ છે. આ વડા મકાઈ અને ચણાના લોટના મિશ્રણથી બને છે.
આ વડા બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ હોય છે. ઝડપથી તૈયાર કરી શકાય તેવી આ વાનગીની રેસીપી નોંધીલો.
લીલી મકાઈ (બાફેલી) - 1 કપ, ચણાનો લોટ - ½ કપ, ડુંગળી - 1 (બારીક સમારેલી), લીલા મરચા - 2 (બારીક સમારેલી), મીઠું - સ્વાદ અનુસાર
આદુ - 1 નાનો ટુકડો (છીણેલું), ધાણાના પાન - 2 ચમચી, જીરું - ½ ચમચી, લાલ મરચાનો પાવડર - ½ ચમચી, હળદર - ¼ ચમચી, તેલ - તળવા માટે
સૌપ્રથમ, બાફેલા મકાઈને મિક્સરમાં બારીક પીસી લો. હવે તેમાં ચણાનો લોટ, ડુંગળી, લીલા મરચા, આદુ, ધાણાના પાન અને બધા મસાલા ઉમેરીને સારી રીતે મિક્સ કરો.
જો મિશ્રણ ખૂબ સૂકું લાગે, તો થોડું પાણી ઉમેરીને જાડી પેસ્ટ તૈયાર કરો. આ પછી, બંને હાથ વડે નાના ગોળા અથવા ટિક્કી આકારના વડા બનાવો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને વડાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. ગરમાગરમ મકાઈના વડાને લીલી ચટણી અથવા ટામેટાની ચટણી સાથે પીરસો.