Jun 30, 2025
ચોમાસાના વરસાદમાં ભજીયા ખાવાની ઇચ્છા થાય છે. જો કે ઘણા લોકો વધારે તેલવાળી ચીજ ખાવાનું ટાળે છે. આવી સ્થિતિમાં પૌંઆ પકોડા ટ્રાય કરી શકાય છે. જે ઓછા તેલ અને સામગ્રીમાં સરળતાથી બની જાય છે.
પૌવા, બાફેલા બટાકા, કેપ્સીકમ, આદું, લીલા મરચા, આમચુર પાઉડર, લીંબુનો રસ, ધાણા પાઉડર, હળદર, મીઠું, જીરું, આરા લોટ, લીલા ધાણા, બ્રેડ ક્રમ્બ્સ
પૌવા પકોડા બનાવવા માટે સૌથી પહેલા પૌઆ પાણીમાં પલાળીને બાજુ વાસણમાં રાખી મૂકો. આ દરમિયાન કુકરમાં બટેકા બાફો
હવે એક બાઉલમાં પલાળેલા પૌવા અને બાફેલા બટાકા હાથ વડે મેશ કરી લો
તેમા ઝીણા કાપેલા કેપ્સીકમ, આદું, લીલા મરચા, આમચુર પાઉડર,લીંબનો રસ, ધાણા પાઉડર, હળદર, મીઠું, લીલા ધાણા જીરું અને થોડોક આરા લોટ સહિત બધા મસાલા સારી મિક્સ કરો
હવે હાથમાં તેલ લગાવી આ મિશ્રણ માંથી નાના ગોળ વડા જેવા પકોડા બનાવો
પછી તેને બ્રેડ ક્રમ્બ્સ રગદોળો
ગેસ ચાલુ એક નોન સ્ટીક તવો કે પેન ગરમ કરી આ પૌવા પકોડા ફ્રાય કરો, ફ્રાય કરવા માટે પકોડા પર સહેજ તેલ લગાવી શકાય છે
પૌવા પકોડા બંને બાજુથી સહેજ ક્રિસ્પી બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે
ગરમા ગરમ પૌવા પકોડા ગ્રીન અને રેડ ચટણી સાથે ખાવાની મજા માણો.