નાસ્તમાં કંઈક હેલ્ધી અને ચટપટું ટ્રાય કરવું હોઈ તો મખાના ચેવડો બેસ્ટ છે, જાણો ક્રિસ્પી મખાના ચેવડો બનાવાની રીત
એક ચમચી ઘી, 1/2 રાઈ, 1 હિંગ, 1/2 હળદર પાઉડર, 1/2 કપ સીંગદાણા, 1/2 કાજુ, 6-7 મીઠા લીમડાના પાન, 1/2 કપ કિસમિસ, 3-4 લીલા મરચા, 1 બાઉલ મમરા, 1 બાઉલ મખાના, 1 બાઉલ મકાઈ પૌઆ, 1/2 ચમચી સંચળ પાઉડર, 1/2 ચમચી આમચૂળ પાઉડર, 1/2 ચમચી મીઠું, 1/2 ચાટ મસાલા
સૌ પ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરો, તેમાં રાઈ નાખો, રાઈ તતડે એટલે એમાં હિંગ, હળદર પાઉડર ઉમેરી મિક્ષ કરો, હવે તેમાં લીલા મરચા, મીઠા લીમડાના પાન, સીંગદાણા, કિસમિસ અને કાજુ ઉમેરો.
બધી સામગ્રીને સારી રીતે મિક્ષ કરો અને તેમાં મમરા, મખાના અને મકાઈ પૌઆ ઉમેરો.
મસાલેદાર બનાવવા મસાલામાં ચાટ મસાલા, સંચળ પાઉડર, આમચૂળ પાઉડર અને મીઠું ઉમેરો. ચેવડાને ધીમા તાપે મિક્ષ કરતા રહો અને ક્રિસ્પી થઇ જાય એટલે સર્વ કરો.