કાંદા ટીકડી ભજીયા, 4 થી 6 કલાક સુધી કિસ્પી રહેશે

Jun 19, 2025, 11:02 AM

કાંદા ટીકડી ભજીયા

ચોમાસામાં ભજીયા ખાવાની બહુ ઇચ્છા થાય છે. જો તમે મેથીના ગોટા કે દાળ વડા ખાઇને કંટાળી ગયા છો અને કંઇક યુનિટ ભજીયા ખાવાની ઇચ્છા છે તો ક્રિસ્પી કાંદા ટીકડી ભજીયા ટ્રાય કરી શકાય છે.

કાંદા ટીકડી ભજીયા માટે સામગ્રી

ચણાનો લોટ, લાંબી સમારેલી ડુંગળી, લીલા મરચા, આદું, લીલુ કોથમીર, લાલ મરચા પાઉડર, હળદર પાઉડર, મીઠું, અજમો, તેલ, બેકિંગ સોડા,ધાણા જીરું પાઉડર

ડુંગળી કાપો

કાંદા ટીકડી ભજીયા બનાવવા માટે સૌથી પહેલા ડુંગળીની લાંબી લાંબી ચીપ્સ કાપી લો. ત

ડુંગળી અને મસાલા મિક્સ કરો

એક બાઉલમાં સમારેલી ડુંગળી, ઝીણું સમારેલું લીલું કોથમીર, આદુંની પેસ્ટ, હળદર અને લાલ મરચું પાઉડર, સ્વાદ અનુસાર મીઠું, અજમો, ધાણા જીરું પાઉડર મિક્સ કરો. ડુંગળીને મસાલામાં બરાબર રગદોળી દો.

ચણાનો લોટ ઉમેરો

હવે આ મસાલામાં ચણાનો લોટ અને બેકિંગ સોડા મિક્સ કરો, તેમા પાણી નાંખી કાંદા ટીકડી ભજીયાનું ખીરું તૈયાર કરો. ટીકડી ભજીયા માટે ખીરું સહેજ જાડું રાખવાનું છે. ખીરામાં બેકિંગ સોડા નાંખી 10 મિનિટ સુધી રાખી મૂકો.

કાચા પાકા ભજીયા તળો

ગેસ પર એક કડાઇમાં તેલ ગરમ કરી તેમા ગોળ ગોળ કાંદા ટીકડી ભજીયા કાચા પાકા તળી પ્લેટમાં કાઢી લો

ટીકડી બનાવો

હવે આ કાચા પાકા કાંદા ટીકડી ભજીયાને હાથ કે વાટકી વડે ડબાવી ગોળ ટીકડી જેવો આકાર આપો

ફરી કાંદા ટીકડી ભજીયા તળો

ભજીયાને ડબાવ્યા બાદ કાંદા ટીકડી ભજીયાને ફરી તેલમાં ક્રિસ્પી અને બ્રાઉન થાય સુધી તળવા.

ક્રિસ્પી કાંદા ભજીયા તૈયાર

કાંદા ટીકડી ભજીયાને લીલી લાલ ચટણી અને તળેલા મરચા સાથે સર્વ કરો. આ કાંદા ટીકડી ભજીયા 4 થી 6 કલાક સુધી ક્રિસ્પી અને ક્રન્ચી રહે છે.