Jun 11, 2024

Recipe Tips : વરસાદી માહોલમાં ક્રિસ્પી પકોડાની મજા માણો, જાણો બનાવાની રીત

Shivani Chauhan

ક્રિસ્પી પકોડા

રાજ્યમાં ચોમાસાએ આગમન કર્યું છે તેથી ઉનાળોના અસહ્ય ઉકળાટથી રાહત મળશે. વરસાદી માહોલમાં ગરમ ગરમ અને ચટપટું ખાવાની ઈચ્છા થાય છે, ત્યારે તમે ક્રિસ્પી પકોડા સરળ રેસીપી અજમાવી શકો છો, જાણો રેસીપી

Source: freepik

સામગ્રી

6-7 સમારેલ ડુંગળી, 1 કપ ચણાનો લોટ, સ્વાદ અનુસાર, 1/2 મીઠું, હળદર, 1/2 છીણેલું આદુ, 1/2 હિંગ, 1/2 ધાણા જીરું પાઉડર, 3-4 સમારેલ લીલા મરચા, 1/2 ગરમ મસાલા પાઉડર, જુરુર મુજબ પાણી અને ચાટ મસાલા

Source: social-media

ડુંગળી પકોડા બનાવાની રીત

સૌ પ્રથમ ડુંગળી, આદુ અને લીલા મરચા ધોઈને સમારી લો. હવે પકોડાનું બેટર તૈયાર કરો.

Source: social-media

પકોડા બેટર

એક બાઉલમાં ચણાનો લોટ, સમારેલ ડુંગળી, આદુ અને લીલા મરચા ઉમેરો, તેમાં બેઝિક મસાલા જેમ કે, મીઠું, ધાણા જીરું પાઉડર,હળદર પાઉડર,હિંગ, ગરમ મસાલા પાઉડર અને જરૂર મુજબ પાણી ઉમેરી બેટરને સારી રીતે મિક્ષ કરો,

Source: freepik

ડુંગળી પકોડા રેસીપી

એક કડાઈમાં તેલ ગરમ કરો, તેલ ગરમ થઇ જાય એટલે તૈયાર બેટરમાંથી પકોડા તૈયાર કરો. પકોડાને ધીમે તાપે ગોલ્ડન બ્રાઉન બધી સાઈડથી થવા દો.

Source: freepik

સર્વિંગ

બધા પકોડા તૈયાર થઇ જાય એટલે ઉપર ચાટ મસાલા નાખો, હવે ગરમા ગરમ પકોડા દહીં, ગ્રીન ચટણી અથવા કેચઅપ સાથે સર્વ કરો.

Source: freepik

Recipe Tips : ટેસ્ટી અને ફેમસ ફરસાણની દુકાન જેવા પાત્રા ઘરે બનાવો, પરફેક્ટ બનશે પાત્રા

Source: freepik