Jun 10, 2024

Recipe Tips : ટેસ્ટી અને ફેમસ ફરસાણની દુકાન જેવા પાત્રા ઘરે બનાવો, પરફેક્ટ બનશે પાત્રા

Shivani Chauhan

ઉનાળાએ વિદાય લીધી છે અને ચોમાસું શરૂ થઇ ગયું છે, વરસાદી ઋતુમાં ચટપટું ખાવાની ઈચ્છા ખુબજ થાય છે, ત્યારે ફરસાણની દુકાનોમાં લોકોની લાંબી ભીડ જોવા મળે છે.

Source: freepik

પાત્રા

પરંતુ ફરસાણની દુકાન જેવા જ પાત્રા તમે ઘરે બનાવી શકો છો, જે ખુબજ સ્વાદિષ્ટ બને છે, જાણો રેસીપી

Source: iegujarati

સામગ્રી

3- 4 અળવીના પાન, 2 કપ ચણાનો લોટ, લાલ મરચું પાઉડર, હિંગ, આમચૂળ પાઉડર,લીંબુનો રસ, ગરમ મસાલા પાઉડર, સ્વાદ અનુસાર મીઠું, લસણન પેસ્ટ (ઓપ્શનલ)

Source: iegujarati

વઘાર માટે

1 ચમચી તેલ, 1 ચમચી રાઈ, 1 ચમચી તલ, 10-12 મીઠા લીમડાના પાન,ચપટી ખાંડ, 3-4 લીલા મરચા, કોથમીર ગાર્નિશિંગ માટે

Source: freepik

પાત્રા રેસીપી

સૌ પ્રથમ અળવીના પાન સારી રીતે ધોઈ સાફ કરી, તેને કટ કરો. એક બાઉલમાં ચણાનો લોટ, લાલ મરચું પાઉડર, હિંગ, આમચૂળ પાઉડર, લીંબુનો રસ,ગરમ મસાલા પાઉડર, સ્વાદ અનુસાર મીઠું નાખો અને જરૂર મુજબ પાણી નાખી બેટર તૈયાર કરો.

Source: freepik

પાત્રા રેસીપી

હવે અળવીના બધા પાન પર આ તૈયાર બેટર લગાવો અને સ્ટીમરમાં 30 - 45 મિનિટ માટે બાફી લો. સારી રીતે બફાઈ જાય અને ઠંડા થાય એટલે ગોળ કટ કરી લો.

Source: freepik

પાત્રાનો વઘાર

વઘાર કરવા માટે એક પેનમાં થોડું તેલ નાખો (પાત્રાની માત્રા પ્રમાણે ) હવે તેમાં રાઈનો વઘાર કરો, રાઈ તતડે એટલે એમાં હિંગ, મીઠા લીમડાના પાન, તલ, ખાંડ અને સમારેલ લીલા મરચા નાખો.

Source: freepik

ગાર્નિશિંગ

વઘાર તૈયાર થઇ જાય એટલે પાત્રા પર રેડો અને સારી રીતે મિક્ષ કરીને કોથમીર નાખી સર્વ કરો.

Source: freepik

નોટ

તમે ઈચ્છો તો પાત્રાને તળી પણ શકો છો અથવા હેલ્ધી ઓપ્શન માટે એર ફ્રાય પણ કરી શકો છો.

Source: iegujarati

Recipe Tips : નાસ્તમાં ચા સાથે સિંધી કોકી લાગે છે મજેદાર, જાણો રેસીપી

Source: freepik