ઉનાળા પૂરો થવા આવ્યો છે અને ચોમાસાની સીઝન શરૂ થઇ રહી છે, ત્યારે ડબલ સીઝનમાં શરીરને તાજુંમાજું રાખવા આ હોટ વેજીટેબલ સૂપ બનાવો ઘરે, જાણો રેસીપી
1/2 ચમચી બટર, 1 ચમચી આદુની પેસ્ટ, 1/2 લસણની પેસ્ટ, 1/2 ચમચી મરી પાઉડર,સ્વાદ અનુસાર મીઠું, 1 કપ મકાઈ, 1 સમારેલ ગાજર, 1 સમારેલ કોબીજ, 1 કપ વટાણા, 1/2 કપ સમારેલ કેપ્સિકમ, 1/2 કપ કોર્ન ફલાર, 1/2 સોયા સોસ, 1/2 વિનેગર
સૌ પ્રથમ ઉપર આપેલ બધી સામગ્રીને સમારી લો, હવે એક પેન ગરમ કરો તેમાં બટર નાખો, બટર ઓગળે એટલે આદુની પેસ્ટ,લસણની પેસ્ટ, મકાઈ, ગાજર, કોબીજ,વટાણા, કેપ્સિકમ ઉમેરો.
બધી સામગ્રીને સારી રીતે સાંતળો, પછી 2 કપ પાણી ઉમેરો અને થોડી વાર માટે ઉકળવા દો. હવે તેમાં મરી પાઉડર, મીઠું, કોર્ન ફલાર નાખો અને 2 મિનિટ માટે ફરી કુક કરો.
હવે સૂપમાં સોયા સોસ અને વિનેગર નાખો અને ફરી સૂપ સહેજ થીક થઇ ત્યાં સુધી કુક કરો.