Jun 17, 2025

ચોમાસામાં 7 પ્રકારના ભજીયા બનાવી વરસાદની મજા માણો

Ajay Saroya

ભજીયા - ચોમાસાની વાનગી

ચોમાસામાં લોકોને ભજીયા ખાવાની બહુ ઇચ્છા થાય છે. ચણાના લોટ સાથે વિવિધ શાકભાજી મિક્સ કરીને બનેલા ભજીયા ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે.

Source: social-media

ભજીયા બનાવવાની રીત

ચોમાસામાં ઘરે બનેલા ભજીયા ખાવા આરોગ્ય માટે સારું રહે છે. અહીં 7 પ્રકારના ભજીયાની રેસીપી આપી છે, ચોમાસામાં ઘરે બનાવવાની ટ્રાય કરી શકાય છે.

Source: social-media

મેથીના ગોટા રેસીપી

મેથીના ગોટા સૌથી વધુ ખાવામાં આવતા ભજીયાની વેરાયટી છે. ચણાના લોટમાં ઝીણી સમારેલી મેથીની ભાજી, મસાલા અને પાણી ઉમેરી ખીરું બનાવાય છે. ત્યાર પછી ગેસ પર મીડિયમ તાપે ગરમ તેલમાં ભજીયા સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી તળવા. વરસાદમાં ગરમા ગરમ મેથીના ગોટા ચા કે ચટણી સાથે ખાવાની મજા પડે છે.

Source: social-media

દાળ વડા રેસીપી

દાળ વડા મગની દાળ માંથી બને છે. મગની દાળ 6 થી 8 કલાક પાણીમાં પલાળી રાખવી. ત્યાર પછી મગ દાળ મિક્સર જારમાં પીસી પેસ્ટ બનાવી લો. તેમા આદું લીલા મરચા મીઠું અને મસાલા નાંખો. ગરમ તેલમાં મગની દાળના ભજીયા સહેજ બ્રાઉન અને ક્રિસ્પી ત્યાં સુધી તળી લો. ચોમાસાના વરસાદમાં તળેલા લીલા મરચા, ડુંગળી અને ચટણી સાથે ગરમા ગરમ દાળ વડા ખાવાની મજા પડે છે.

Source: social-media

બટાકા વડા રેસીપી

બટાકા વડા બનાવવા બટાકા બાફી લો. પછી મેશ કરેલા બટાકામાં વિવિધ મસાલા ઉમેરી સ્ટફિંગ તૈયાર કરો. બટકાના મસાલા માંથી નાના બોલ બનાવી ચણાના લોટના ખીરામાં ડુબાડી ગરમ તેલમાં તળી લો. બટેકા વડા નાના બાળકને ખાવા ગમે છે.

Source: social-media

ડુંગળીના ભજીયા રેસીપી

ડુંગળીના ભજીયા વરસાદના ઠંડા હવામાનમાં ખાવાની મજા પડે છે. ચણાના લોટના ખીરામાં ડુંગળી ઉમેરો. ત્યાર પછી ગરમ તેલમાં ચણાના લોટના ભજીયા તળો. ગરમા ગરમ ડુંગળીના ભજીયા ખાવાથી ચોમાસામાં શરીરને ગરમી મળે છે.

Source: social-media

મિર્ચી વડા

આખા લીલા મરચા ઉભા વચ્ચેથી કાપી શેકેલા ચણાના લોટનો મસાલો ભરો. હવે ચણાના લોટમાં આખા લીલા મરચા ડબોડી ગરમ તેલમાં તળી લો. મરચા વડા ખજૂરીની ચટણી સાથે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે.

Source: social-media

બટાકાની ચીપ્સના ભજીયા

બટાકાની છાલ ઉતારી પાતળી ગોળ ચીપ્સમાં કાપી લો. બટાકાની એક એક ચીપ્સ ચણાના લોટમાં ડુબાડી ગરમ તેલમાં તળી લો. બટાકાની ચીપ્સના ભજીયા ખાસ કરીને બાળકોને ખાવા ગમે છે.

Source: social-media

પાલક પકોડા રેસીપી

પાલક પકોડા બનાવવા માટે ચણાના લોટના ખીરામાં પાલકના આખા પાંદડા ડુબાડી ગરમ તેલમાં તળી લો. એક વાતનું ધ્યાન રાખો પાલક પકોડા ગરમ જ ખાવા જોઇએ.

Source: social-media

Source: social-media