Jul 10, 2024
ભજીયાની લારી હોય કે દુકાન, ભજીયા ખાવા માટે લોકોની લાઈનો લાગી જતી હોય છે. પરંતુ કેટલાક લોકો ભજીયા ઘરે જ બનાવવાનું પસંદ કરતા હોય છે.
અત્યારે ભજીયાની અનેક વેરાઈટી માર્કેટમાં આવી ગઈ છે. અમે અહીં સુરતના ડુમસ બીચ પર મળતા પ્રખ્યાત ટામેટાના ભજીયાની રેસીપી વિશે વાત કરીશું
ટામેટા લીલા મચરા, તેજાના, લીલા ધાણા, કાંદા, કસ્તૂરી મેથી, હળદર, મરચું, મીઠું, ખાવાના સોડા, વરિયાળી, લીંબુ, ચણાનો લોટ.
સુરતના ડુમસ બીટના પ્રખ્યાત ટામેટા ભજીયા ઘરે બનાવવા માટે પહેલા બે ત્રણ ટામેટા લો અને તેને સ્ટાઈસમાં કાપી લો.
ટામેટાના ભજીયાની લીલી ચટણી બનાવવા માટે મિક્સરના બાઉલમાં લીલા ધાણા, લીલા મરચા, આદુનો ટુકડો, અડધી ચમચી ખાંડ, અડધું લીંબુ નીચેઓને ક્રશ કરી દો
આ લીલી ચટણી ટામેટાની સ્લાઈસની એક બાજુ પર લગાવી દો. ત્યારબાદ ભજીયા માટેનું ખીરું ત્યાર કરવું. જેના માટે બાઉલમાં બેશન, અજમો, મીઠું નાંખીને ખીરુ તૈયાર કરવું.
ખીરું તૈયાર થઈ જાય ત્યારે લીલી ચટણી લગાવેલી ટામેટાની સ્લાઈસને ખીરામાં ડબોળીને ભજીયા તળી દો. આમ ડુમસના પ્રખ્યાત ટામેટા ભજીયા ઘરે તૈયાર થઈ જશે.