1 બાઉલ પલાળેલા મગ, 1 બાઉલ પલાળેલા ચોખાના પૌઆ, 3-4 લીલા મરચા, 1 આદુનો ટુકડો, 2 સમારેલ ડુંગળી, 1 સમારેલ ટામેટું, સમારેલ કોબીજ, 1 સમારેલ ગાજર, સ્વાદ અનુસાર મીઠું અને ચપટી હિંગ
સૌ પ્રથમ આખી રાત પલાળેલા મગનું પાણી કાઢી, તેમાં પલાળેલા ચોખાના પૌઆ, આદુનો ટુકડો અને 2-4 લીલા મરચાને એક સાથે બ્લેન્ડ કરી લો.
હવે આ તૈયાર બેટરમાં સ્વાદ અનુસાર મીઠું, હિંગ, જીરું નાખીને સારી રીતે મિક્ષ કરો હવે તેમાં બધા શાકભાજી મિક્ષ કરો.
બેટરમાં સમારેલ ટામેટા, કોબીજ, ગાજર, ડુંગળી નાખી સારી રીતે મિક્સ કરો, એક પેન ગરમ કરો, તેમાં ચિલ્લાનું બેટર રેડો અને તેને શેપ આપો.
જરૂર લાગે તો થોડું ચિલ્લા કુક થાય ત્યારે તેલ નાખો અને બન્ને સાઈડ કુક કરી લો. સારી રીતે કુક થઇ જાય એટલે ગરમા ગરમ ચિલ્લા ચા સાથે સર્વ કરો.