Mar 25, 2025
1 કપ મગની દાળ,1/2 જીરું, 1/2 ચમચી હળદર પાવડર, 1/2 ચમચી ધાણા પાવડર,1/2 ચમચી લાલ મરચું પાવડર,1/2 ચમચી, 1/2 ચમચી ગરમ મસાલો, મીઠું - સ્વાદ મુજબ, 1/2 કપ તેલ, થોડી કોથમીર
સ્વસ્થ અને સ્વાદિષ્ટ મગની દાળ ચીલા બનાવવા માટે, પહેલા મગની દાળને એક મોટા બાઉલમાં લો અને તેમાં પાણી ઉમેરીને પલાળી દો.
4-5 કલાક પલાળેલી દાળને પાણીમાંથી કાઢીને મિક્સરમાં નાખો. દાળને બારીક પીસી લો જેથી તે એક સુંવાળી પેસ્ટ બની જાય. જો જરૂર પડે તો, તમે તેમાં થોડું પાણી પણ ઉમેરી શકો છો.
હવે એક મોટા બાઉલમાં, વાટેલી દાળ, જીરું, હળદર પાવડર, ધાણા પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને મીઠું ઉમેરો. આ પછી બધા મસાલા સારી રીતે મિક્સ કરો.
હવે મધ્યમ તાપ પર તવાને ગરમ કરો. પછી તવા પર સરસ તેલ લગાવો. આ પછી, તૈયાર કરેલી પેસ્ટને ચીલાના આકારમાં સમાન લેયરમાં ફેલાવો. થોડી વાર માટે કુક કરો. જ્યારે ચિલ્લા એક બાજુથી સોનેરી થઈ જાય, ત્યારે તેને પલટાવીને બીજી બાજુ તેલ લગાવીને શેકો.થઇ જાય એટલે ગરમા ગરમ ચિલ્લા પીરસો.