આ શીરો તમને હેવી પણ નહીં લાગે. મગની દાળ પ્લાન્ટ બેઝડ પ્રોટીન અને ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત છે, જે પાચનમાં મદદ કરે છે અને કબજિયાત અટકાવે છે. મગની દાળ તેના વિટામિન અને ખનિજતત્વો, જેમ કે ફોલેટ, મેગ્નેશિયમ અને વિટામિન B6 પણ ભરપૂર માત્રમાં હોય છે, મગની દાળમાં ફેટની માત્રમાં ઓછી હોવાથી હૃદયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે

May 22, 2024, 12:02 PM

મગની દાળનો શીરો

આજે પરંપરાગત વાનગી મગની દાળનો શીરો કેવી રીતે બનાવવો તેની રેસીપી અહીં જણાવીશું

મગની દાળનો શીરો

મગની દાળનો શીરો એટલો ટેસ્ટી બને છે કે તમને આ રીતે વારંવાર બનાવવાનું મન થશે

મગની દાળનો શીરો બનાવવાની સામગ્રી

એક વાટકો મગની દાળ, એક વાટકો ઘી, એક વાટકો દળેલી ખાંડ,થોડા ડ્રાયફ્રુટ્સ,ઈલાયચી, જાયફળ, કેસર, દૂધ બે વાટકા, મલાઈ એક વાટકો

મગની દાળની શીરો બનાવવાની રેસીપી

મગની દાળને ઘીમી આંચ પર સારી રીતે શેકી લો, પછી તેને ઠંડી થવા દો. હવે તેને મિક્સરમાં ક્રશ કરી તેનો કકરો લોટ બનાવી લો

મગની દાળનો શીરો બનાવવાની રેસીપી ગુજરાતી

કઢાઈમાં ઘી મૂકી ફરીથી તમે તૈયાર કરેલ લોટને શેકી લો. તેમાં દૂધ અને મલાઈ ઉમેરો

મગની દાળનો શીરો બનાવવાની રેસીપી ગુજરાતી

આખો બાઉલ ખાંડ ઉમેરો. પછી તેમાં ઘીમાં શેકેલા સૂકા મેવા ઉમેરો. ઘીમાં શેકેલા ડ્રાયફ્રૂટ શીરાના ટેસ્ટમાં બમણો વધારે કરે છે

મગની દાળનો શીરો બનાવવાની રેસીપી ગુજરાતી

હવે તમારો ટેસ્ટી અને શુદ્ધી ઘીનો મગની દાળનો શીરો તૈયાર છે

મગની દાળનો શીરો

આ શીરો તમને હેવી પણ નહીં લાગે. મગની દાળ પ્લાન્ટ બેઝડ પ્રોટીન અને ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત છે, જે પાચનમાં મદદ કરે છે અને કબજિયાત અટકાવે છે. મગની દાળ તેના વિટામિન અને ખનિજતત્વો, જેમ કે ફોલેટ, મેગ્નેશિયમ અને વિટામિન B6 પણ ભરપૂર માત્રમાં હોય છે, મગની દાળમાં ફેટની માત્રમાં ઓછી હોવાથી હૃદયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે

Churma Ladoo Recipe : સરળ રીતે બનાવો ચુરમાના લાડુ, જાણો રેસીપી