200 ગ્રામ મગની ફોતરાં વગરની દાળ, 1 ચમચી સોજી, 1/2 અજમો, 1 ચમચી જીરું, 1 ચમચી હળદર પાઉડર, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી ઘી, 1/2 ચમચી બેકિંગ સોડા,કસ્તુરી મેથી, તલ 1 ચમચી આમચૂળ પાઉડર અને 1 કપ ઘઉંનો લોટ
સૌ પ્રથમ મગની ફોતરાં વગરની દાળ પલાળી રાખો, 3-4 કલાક પલાળ્યા બાદ મિક્ષર જારમાં પેસ્ટ કરી લો. પેસ્ટ કર્યા બાદ એક બાઉલમાં કાઢો.
હવે તેમાં સોજી, અજમો, જીરું, હળદર પાઉડર, ઘી, બેકિંગ સોડા, કસ્તુરી મેથી, આમચૂળ પાઉડર, ઘઉંનો લોટ, તલ અને ઘી નાખી પ્રોપર મઠરીનો પ્રોપર લોટ બાંધો.
લોટને થોડી વાર રેસ્ટ આપીને એક નાની વાટકીમાં ઘી અને થોડો ઘઉંનો લોટ નાખી પેસ્ટ તૈયાર કરો. લોટમાંથી હવે મોટી રોટલી બનાવી તેમાં આ પેસ્ટ પાથરો અને રોલ કરો.
રોલ કર્યા બાદ તેમાં તેને કટ કરો અને ફરીથી નાની વણી લો, ત્યારબાદ ગરમ તેલ કરી તેમાં બધી મઠરી તળી લો.