મગના ઢોકળા બનાવવાની રીત, હેલ્ધી અને પૌષ્ટિક!

Nov 11, 2025, 03:51 PM

ઇતિહાસ મગ સ્વાસ્થ્ય માટે ખુબજ ગુણકારી માનવામાં આવે છે તમે મગનું શાક તો ખાધું હશે પણ કદી મગના ઢોકળા ખાધા છે? જો નહિ તો આ રહી રેસીપી !

મગના ઢોકળા રેસીપી સામગ્રી

1 કપ આખા મગ (પલાળીને), 3 લીલા મરચાં, થોડું આદુ, કોથમીર, 1/2 કપ દહીં, પાણી, 1/2 કપ સોજી, સ્વાદ મુજબ મીઠું, 1 પેકેટ ઇનો, લાલ મરચું પાઉડર

મગના ઢોકળા રેસીપી સામગ્રી

1 ચમચી તેલ, 1 ચમચી રાઈ, 2 ચમચી સફેદ તલ, 1 ચપટી હિંગ પાવડર, સમારેલી કોથમીર

મગના ઢોકળા રેસીપી

એક મિક્સરમાં 1કપ પલાળેલા મગ લો એમાં લીલા મરચાં ઉમેરો, એક નાનો આદુનો ટુકડો ઉમેરો, ધાણાજીરું ઉમેરો, 1/2 કપ દહીં ઉમેરો

મગના ઢોકળા રેસીપી

થોડું પાણી ઉમેરો અને પીસીને સ્મૂધ બેટર બનાવો, 1/2 કપ સોજી ઉમેરો, તેને સારી રીતે મિક્સ કરો, સ્વાદ મુજબ મીઠું ઉમેરો.

મગના ઢોકળા રેસીપી

બેટરને 15 મિનિટ સુધી રાખો, સ્ટીમર ગરમ કરો અને પાણી ઉકળવા દો, ઈનો ઉમેરો, મિક્સ કરો અને બેટરને ગ્રીસ કરેલી પ્લેટ પર રેડો.

મગના ઢોકળા રેસીપી

તેના પર લાલ મરચું પાવડર છાંટો, આ પ્લેટને પહેલાથી ગરમ કરેલા સ્ટીમરમાં રાખો. ઢોકળાને ઢાંકીને 15 મિનિટ સુધી ઊંચી આંચ પર બાફી લો.

વઘાર માટે

એક પેનમાં તેલ ગરમ કરો , 1 ચમચી રાઈ ઉમેરો , 2 ચમચી સફેદ તળ ઉમેરો , એક ચપટી હિંગ ઉમેરો, કાપેલા ઢોકળા ઉમેરો અને તેને થોડી સમારેલી છાંટો. ધાણા ચટણી સાથે સ્વાદિષ્ટ મગ ઢોકળા સર્વ કરો.

જુવાર બીટરૂટ પરાઠા રેસીપી, ઠંડીમાં ખાવાની પડશે મજા !