Jan 25, 2024

Health Tips : સરગવાની સીંગનું સેવન આટલી બીમારીઓથી રાખે દૂર

Shivani Chauhan

સરગવાના પાંદડા, જેને ડ્રમસ્ટિક પાંદડા તરીકે પણ ઓળખવામાં આવે છે. સરગવાની શીંગો ઘણા ફાયદાકારક તત્વોનો ભંડાર છે.

તે પ્રોટીન, એમિનો એસિડ, બીટા કેરોટીન, કેલ્શિયમ, ફાઈબર, સોડિયમ અને વિવિધ ફિનોલિક્સથી ભરપૂર છે. માત્ર સરગવાની શીંગો જ નહીં પરંતુ તેના પાનનો પણ શાક તરીકે ઉપયોગ થાય છે.

નાસ્તામાં સરગવાનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ પીણું ભોજન સાથે અથવા પછી લેવામાં આવે તો પાચનમાં મદદ કરે છે.

Source: canva

સરગવાનું પાણી એ જરૂરી પોષક તત્વોનો ખજાનો છે. તેમાં પોટેશિયમ અને કેલ્શિયમ જેવા ખનિજો સાથે વિટામિન એ, વિટામિન સી અને વિટામિન ઇ સહિત વિટામિન્સનું સમૃદ્ધ મિશ્રણ છે.

સરગવાની સીંગોનો ઉપયોગ અનેક પ્રકારની બિમારીઓની સારવાર માટે કરવામાં આવે છે. શરદી-ખાંસી, ગળામાં દુ:ખાવો અને છાતીમાં કફ આવે ત્યારે સરગવાનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે.

ડ્રમસ્ટિક સૂપ સંધિવાના દુખાવામાં રાહત આપે છે. તેના પાંદડામાં પણ અનેક ગુણો જોવા મળે છે.

ડ્રમસ્ટિકના પાંદડામાં એન્ટીઑકિસડન્ટ ક્લોરોજેનિક એસિડ બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારે ચાની જગ્યાએ સરગવાના પાનમાંથી બનેલી ચા પીવાનું શરૂ કરી દેવું જોઈએ.

સરગવાના પાનનો રસ સ્કિન માટે એન્ટિસેપ્ટિક તરીકે પણ વપરાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે સરગવાની શીંગો ખૂબ જ ફાયદાકારક છે.

 આ પણ વાંચો:nnશરીરમાં પેટનું ફૂલવું ઘટાડવા માટેની ટીપ્સ