May 19, 2025
સરગવો સુપર ફૂડ તરીકે ઓળખાય છે. સરગવો ખાવાથી સ્વાસ્થ્ય માટે દરેક પ્રકારે લાભ મળે છે.
સામાન્ય રીતે આપણે સરગવાની કઢી, સરગવાનું સુપ, સરગવાનું શાક કે પછી સરગવાના પરોઠા પણ બનાવીએ છીએ.
જોકે, સરગવાના લાડુ પણ બનાવી શકાય છે. જે સ્વાસ્થ્ય માટે એકદમ લાભદાયી છે.
સરગવાના લાડુ અલગ અલગ પ્રકારે બનાવી શકાય છે. પરંતુ અહીં ઘી કે ખાંડ વગર સરગવાના લાડું બનાવાની રેસીપી જાણીશું
બદામ, કાજુ, સનફ્લાવર સીડ, પમકીન સીડ, અળસી, સેકેલા ચણા, ખજૂર, મધ, સરગવાનો પાઉડર, એલચી પાઉડર, જાયફળ પાઉડર પાઉડર.
સૌથી પહેલા એક પેનમાં બદામ, કાજુ, સનફ્લાવર સીડ, પમકીન સીડ, અળસી, સેકેલા ચણા લઈને તેને સારી રીતે સેકી દઈશું, ત્યારબાદ ઠંડા થયા બાદ મીક્સરમાં નાંખી પાઉડર બનાવી દઈશું
હવે મીક્સર જારમાં ઠળિયા વગરની ખજૂર લઈશું અને તેમાં બે ચમચી મધ ઉમેરીશું અને એકદમ ફાઈન પેસ્ટ કરી દઈશું.
એક બાઉલમાં ડ્રાયફ્રૂટ્સ પાઉડર લઈને તેમાં ખજૂરની પેસ્ટ નાંખીશું. ઉપરથી સ્વાદ પ્રમાણે એલચી અને જાયફળ પાઉડર નાંખીને સારી રીતે મીકસ્ કરી દઈશું.
હવે આ મીક્સરમાંથી નાના નાના લાડુ બનાવીને એરટાઈટ ડબ્બામાં સ્ટોર કરી લઈશું. આમ તૈયાર થઈ જશે સુપર પાવર ફૂલ લાડુ.