Motichoor Modak Recipe : ગણપતિ બાપ્પાના પ્રસાદમાં ધરો મોતીચુર મોદક, જાણો રેસીપી

Sep 08, 2024, 09:31 PM

સામગ્રી

2 કપ ચણાનો લોટ, પાણી જરૂર મુજબ, પીળો ફૂડ કલર, 1 કપ ખાંડ, 1 કપ પાણી, કેસર ફૂડ કલર, 1/3 ટીસ્પૂન એલચી પાવડર

મોતીચુર મોદક રેસીપી

સૌ પ્રથમ એક મોટા બાઉલમાં 2 કપ ચણાનો લોટ લો, એમાં જરૂર મુજબ પાણી નાખો અને બરોબર મિક્ષ જેથી લોટમાં ગાંઠો ન રહે.

મોતીચુર મોદક રેસીપી

હવે એ મિશ્રણમાં સહેજ પીળો ફૂડ કલર ઉમેરો, બધું મિક્ષ કરો, બેટરને થોડી વાર રેસ્ટ આપીને કડાઈમાં તેલ ગરમ કરો અને ચણાના લોટમાંથી બુંદી તળી લો.

મોતીચુર મોદક રેસીપી

બુંદી તળ્યા બાદ હવે ઠંડી થઇ એટલે મિક્ષરમાં ગ્રાઈન્ડ કરી પાઉડર જેવું કરી લો. હવે એક પેનમાં ખાંડ, પાણી, કેસર ફૂડ કલર અને ઈલાયચી પાઉડર નાખો.

મોતીચુર મોદક રેસીપી

હવે બધું મિક્ષ કરીને ચાસણી તૈયાર કરી લો, ત્યારબાદ ગ્રાઈન્ડ કરેલ પાઉડર ચાસણીમાં એડ કરો અને બધું બરોબર મિક્ષ કરો,થઇ જાય એટલે ઠંડુ કર્યા બાદ એમાંથી મોદક તૈયાર કરો અને બાપ્પાને ધરો.

Mawa Coconut Modak Recipe : ગેસ સળગાવ્યા વગર માત્ર 10 મિનિટમાં માવા કોકોનટ મોદક બનાવો, જાણો રેસીપી