4 કપ ચણાનો લોટ , દોઢ કપ ખાંડ , અડધી ચમચી કેસરી રંગ , 4 કપ ઘી, 4 ચમચી કતરેલી બદામ , 10 નંગ ઈલાયચીનો પાવડર
પહેલાં તો ચણાનો લોટ લઈને ચારણીની મદદથી ચાળી લો. હવે તેમાં થોડું થોડું પાણી નાંખીને ખીરું તૈયાર કરો. ધ્યાન રહે કે ખીરું બનાવતા તેમાં ગઠ્ઠા ન પડે. હવે તેમાં કેસરી રંગ ઉમેરો. હવે એક કઢાઈ લો અને તેને ગેસ પર ગરમ મૂકો
તેમાં ઘી ઉમેરો. ઘી ગરમ થાય એટલે એક ઝીણા કાણાંના ઝારાની મદદ લો. ઝારાને કઢાઈની ઉપર રાખો. તેની પર ચણાના લોટનું ખીરું નાંખો
હવે ધીમે ધીમે ઝારાના કાણાંમાંથી બૂંદી કઢાઈમાં પડશે. તેને તળી લો.
બીજા ગેસ પર ચાસણીની તૈયારી કરો. પાણી અને ખાંડને એકસરખા પ્રમાણમાં લઈને ગરમ કરવા મૂકો. તેની એક તારની ચાસણી બનાવો. ચાસણીમાં થોડું દૂધ નાંખીને તેને ગાળી લો. જેથી કચરો ન રહે
હવે તેમાં ઈલાયચી પાવડર મિક્સ કરી લો. ગરમ ચાસણીમાં કઢાઈમાંથી કાઢેલી બૂંદી નાંખતા જાઓ. તેને સારી રીતે મિક્સ કરો અને 5 મિનિટ બાદ કાઢી લો. બૂંદી થોડી ગરમ રહે ત્યાર જ તેના લાડુ બનાવી લો.
તેની પર બદામ કે પિસ્તાની કતરણ રાખો અને સજાવો
તૈયાર છે તમારા મોતીચૂરના લાડુ. તમે તેને શ્રીગણેશના થાળમાં સજાવીને પ્રસાદરૂપે ધરી શકો છો
આજે પરંપરાગત વાનગી મગની દાળનો શીરો કેવી રીતે બનાવવો તેની રેસીપી અહીં જણાવીશું