ગરમ પાણીમાં તજ નાખીને પીવાથી પણ ઉબકા બંધ થાય છે. જે આયુર્વેદિક ઉપાય છે. તજ પાણીમાં સ્વાદ પ્રમાણે મધ નાખીને પીવો. ઉબકાની સમસ્યામાંથી રાહત મળશે.
અડધા ગ્લાસ પાણીમાં ચતુર્થાંશ ચમચી ખાવાનો સોડા નાખીને મોં ધોઈ શકાય છે. તેનાથી ઉબકા આવવાનું બંધ થાય છે અને મોઢામાં ખરાબ સ્વાદ પણ સારો થઇ જાય છે.
ફુદીનાના પાન ખાવાથી ઉલટી થતી નથી. આ સિવાય ફુદીનાના પાનને પાણીમાં ઉકાળી, ગાળીને ચાની જેમ પી શકાય છે. તે એન્ટિમાઈક્રોબાયલ ગુણોથી ભરપૂર હોય છે અને આ પાંદડાના સેવનથી પેટને તાજગી પણ મળે છે.
આદુના બળતરા વિરોધી ગુણો ઉબકા આવવાની સમસ્યામાં રાહત આપે છે. જો તમને મુસાફરી દરમિયાન ઉબકા આવે તો તમે આદુને ચાવી શકો છો. તેનાથી ઉબકા આવવાની સમસ્યામાં રાહત મળે છે.
લીંબુ પાણી પીવાથી ઉબકા બંધ થાય છે. આ સિવાય શરીરને હાઇડ્રેશન મળે છે જેના કારણે જો ઉલ્ટી થાય તો પણ પરેશાની ઓછી થાય છે અને શરીરમાં પાણીની કમી થતી નથી.