Oct 07, 2025
2 કપ છીણેલા મૂળા, 1/2 ચમચી મીઠું, 2 લીલા મરચાં, 1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1/4 ચમચી હળદર પાવડર, થોડી કોથમીર
1/2 ચમચી ધાણા પાવડર, 3/4 ચમચી આમચુર પાવડર, 1 કપ ઘઉંનો લોટ, મીઠું - સ્વાદ મુજબ, 2 ચમચી તેલ, જરૂર મુજબ પાણી
સૌ પ્રથમ બે કપ છીણેલા મૂળાને ચાળણીમાં નાખો અને તેમાં અડધી ચમચી મીઠું ઉમેરો. તેને લગભગ 20 મિનિટ સુધી રાખો જેથી મૂળાનું પાણી યોગ્ય રીતે નીકળી જાય.
હવે મૂળાનો બધો રસ સારી રીતે નિચોવી લો અને તેમાં બારીક સમારેલા લીલા મરચાં, લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા પાવડર, આમચુર પાવડર અને કોથમીર ઉમેરીને સારી રીતે મિક્સ કરો.
બીજી બાજુ એક મોટા વાસણમાં એક કપ ઘઉંનો લોટ લો, તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરો અને ધીમે ધીમે પાણી ઉમેરીને નરમ કણક ભેળવો.
હવે લોટને 20 મિનિટ સુધી રેસ્ટ આપો આ પછી લોટ રોટલી વણો, હવે તૈયાર મૂળાની ભરણને વચ્ચે મૂકો, કિનારીઓ જોડીને ફરી રોટલી વણો.
પરાઠા શેકવા માટે મધ્યમ તાપ પર એક તપેલી ગરમ કરો. પછી થોડું ઘી અથવા તેલ લગાવો અને પરાઠાને ગોલ્ડન બ્રાઉન અને બંને બાજુ કરકરા થાય ત્યાં સુધી શેકો અને ગરમ ગરમ સર્વ કરો.