Aug 02, 2025
1 કપ બ્રાઉન રાઇસ, 1/2 કપ મગની દાળ, 1/2 કપ અડદ દાળ, 1/2 કપ ચણાની દાળ, 2 ચમચી રાગીનો લોટ, 2 ચમચી જુવારનો લોટ, 2 ચમચી બાજરીનો લોટ, 1 ચમચી મેથીના દાણા, મીઠું, જરૂરિયાત મુજબ પાણી, તેલ
મલ્ટિગ્રેન ઢોસા બનાવવા માટે, પહેલા બ્રાઉન રાઈસ, અડદની દાળ, મગની દાળ અને ચણાની દાળને સારી રીતે ધોઈ લો.
હવે તેમને મેથીના દાણા સાથે પાણીમાં 6 થી 7 કલાક અથવા રાતભર પલાળી રાખો.પલાળેલા અનાજ અને કઠોળમાંથી પાણી કાઢી સ્મૂધ બેટર બનાવો.
ત્યારબાદ તેમાં રાગી, જુવાર અને બાજરીનો લોટ ઉમેરો, તૈયાર કરેલા બેટરને ઢાંકીને 8 થી 10 કલાક માટે ગરમ જગ્યાએ રાખો જેથી તે સારી રીતે આથો લાવી શકે. જો હવામાન ઠંડુ હોય તો તેમાં વધુ સમય લાગી શકે છે.
બેટરમાં આથો આવે એટલે મીઠું ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. હવે તે ઢોસા બનાવવા માટે તૈયાર છે.આ પછી, એક નોન-સ્ટીક તવાને ગરમ કરો.
તવા પર થોડું બેટર રેડો અને ગોળ આકારમાં ફેલાવો. કિનારીઓ પર થોડું તેલ રેડો અને તે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો.ઢોસા થઇ જાય એટલે નારિયેળની ચટણી અથવા સાંભાર સાથે સર્વ કરો.