મલ્ટિગ્રેન મેથી થેપલા સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. દરેક પ્રકારના લોટ આવવાથી શરીર માટે ગુણકારી રહે છે.
થેપલા એ એક લોકપ્રિય ગુજરાતી વાનગી છે જે થોડી જ મિનિટોમાં તૈયાર કરી શકાય છે. આ મેથી, આદુ, મરચાં, શાક અને દહીં સાથે કણક ભેળવીને બનાવવામાં આવે છે.
નાસ્તા માટે અને મુસાફરી દરમિયાન લેવા માટે તે એક સારો વિકલ્પ છે, પરંતુ આજે અમે તમને મલ્ટીગ્રેન થેપલાની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ.
1/2 કપ ઘઉંનો લોટ, 1/2 કપ જુવારનો લોટ, 1/2 કપ ચણાનો લોટ, 1/2 કપ રાગીનો લોટ, 1 કપ દહીં, 1 કપ મેથી,
1 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ, 1 ટીસ્પૂન લીલી પેસ્ટ, 1 ટીસ્પૂન અજમો, 1 ટીસ્પૂન ધાણા પાઉડર,1 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન હીંગ,તેલ, મીઠું સ્વાદ અનુસાર
એક મોટા વાસણમાં બધો લોટ લો, તેમાં દહીં, થોડું તેલ અને મસાલો નાખીને મિક્સ કરો
જરૂર મુજબ પાણી ઉમેરી લો અને લોટ બાંધો. તેને તેલથી ગ્રીસ કરો અને થોડીવાર માટે બાજુ પર રાખો
થોડા સમય પછી, તેને ગોળાકાર આકારમાં ફેરવો. ગરમ તવા પર તેલ લગાવો અને બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી પકાવો
ગરમાગરમ મલ્ટીગ્રેન મેથી થેપલાને સર્વ કરો.