ગરમીમાં ઠંડકનો ડોઝ આપશે ટેટી કૂલર, સરળ છે રેસીપી

Mar 18, 2025, 02:56 PM

ટેટી કૂલર

ઉનાળો શરૂ થયો છે અને ગરમી પડવાની પણ શરૂ થઈ ગઈ છે. ગરમીથી બચવા માટે લોકો વિવિધ પીણા પીતા હોય છે.

ટેટી કૂલર

શેરડીના રસથી લઈને ટેટી, ટેટી જેવા ફળો ખાઈને ગરમી સામે રક્ષણ મેળવે છે. પરંતુ કાળઝાર ગરમીમાં લૂથી બચવા માટે કોકમ, કાચી કેરી અને ડૂંગળી બેસ્ટ ઓપ્શન છે.

ટેટી કૂલર

ગરમી સામે રક્ષણ મેળવવા માટે લોકો વિવિધ પીણા, ખાન પાન પર વધારે ધ્યાન આપતા થયા છે ત્યારે ટેટી કૂલર પણ એક સારું પીણું છે.

ટેટી કૂલર

ઉનાળાની સિઝનનું કેરી, તરબૂચ પછી જેનો નંબર આવે છે એ ફળ છે ટેટી. ઉનાળામાં લોકો ટેટી ખાવાનું પસંદ કરે છે.આ ફળના અનેક સ્વાસ્થ્ય ફાયદા છે. તો ચાલો જાણિએ ટેટી કૂલરની રેસીપી.

ટેટી કૂલરની સામગ્રી

એક ટેટી (કોઈપણ ટેટી લઈ શકો), ફુદીના, આદુનો ટુકડો, સાકર, સોડા, સંચળ, લીંબુંનો રસ, ચાટ મસાલો,મરી પાઉડર

ટેટી કૂલર બનાવવાની રીત

ટેટી કૂલર બનાવવા માટે એક મીક્સર જારમાં તાજા ફૂદીનાના પાન લો, આદુનો ટુકડો નાખો, ટેટીને સમારીને નાખો અને મિક્સર વડે એકદમ ક્રસ કરી દો.

ટેટી કૂલર બનાવવાની રીત

આ મીક્સરને ગરણીવડે એક વાસણમાં ગાળી લો, સંચળ, ચાટ મસાલો નાંખો, મરી પાઉડર જો નાંખવો હોય તો ઓપ્શનલ છે.

ટેટી કૂલર બનાવવાની રીત

ત્યાર બાદ અડધુ લિંબુ કાપીને નાંખો તેમજ 25 મીલી સોડા ઉમેરો

ટેટી કૂલર બનાવવાની રીત

આ મીક્સરને ચમચી વડે સારી રીતે મીક્સ કરો અને તેમાં આઈસ ક્યૂબ ઉમેરો.

ટેટી કૂલર બનાવવાની રીત

ત્યાર બાદ કાચ ગ્લાસમાં ડેકોરેટ કરીને આ કૂલર નાંખો અને ફૂદીના પાનથી ગાર્નિસ કરો અને મજા માણો.