શક્કરટેટીમાંથી બનાવો ઓછા સમયમાં ટેસ્ટી આઇક્રીમ, બધાને ભાવશે

Apr 01, 2025, 02:22 PM

ઉનાળો શરૂ થઇ ગયો છે, અસહ્ય ગરમીમાં ઠંડી ઠંડી આઈસ્ક્રીમ ખાવાની નાના બાળકોથી લઈને મોટાઓને મજા પડે છે!અહીં ગરમીથી રાહત આપે એવી ટેસ્ટી અને સરળતાથી બની જાય એવી શક્કરટેટી આઈસ્ક્રીમની રેસિપી શેર કરી છે જે બધાને ભાવશે. અહીં જાણો સરળ રેસીપી

સામગ્રી

શક્કરટેટી, 5 પલાળેલું કાજુ, 4 ચમચી ખાંડ, 1 થી 2 ચમચી કસ્ટર્ડ પાવડર, 2 ચમચી દૂધ પાવડર, 1 થી 2 કપ ઉકાળેલું ઠંડુ દૂધ, ડ્રાયફ્રૂટ્સ

શક્કરટેટી આઈસ્ક્રીમ રેસીપી

સૌ પ્રથમ એક શક્કરટેટીને તેના બીજ કાઢીને સમારીને રાખો.

શક્કરટેટી આઈસ્ક્રીમ રેસીપી

હવે શક્કરટેટીનું બધું પલ્પ મીક્ષરમાં નાખો, એમાં પલાળેલા કાજુ અને ખાંડ ઉમેરો.

શક્કરટેટી આઈસ્ક્રીમ રેસીપી

હવે મિક્ષરમાં કસ્ટર્ડ પાવડર અને મિલ્ક પાઉડર નાખો.

શક્કરટેટી આઈસ્ક્રીમ રેસીપી

ત્યારબાદ મિક્ષરમાં ઉકાળેલું દૂધ અને ડ્રાયફ્રૂટ્સ નાખીને ક્રશ કરી લો.

શક્કરટેટી આઈસ્ક્રીમ રેસીપી

મિક્સરમાં ક્રશ કર્યા બાદ તમે એક ડબ્બામાં કાઢીને એને ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરીને ફ્રીઝરમાં 5-6 કલાક માટે મૂકી દો.

શક્કરટેટી આઈસ્ક્રીમ રેસીપી

5-6 કલાક બાદ ફ્રીઝમાંથી કાઢીને ચેક કરો આઈસ્ક્રીમ થઇ ગયો હોઈ તો ઠંડો ઠંડો સર્વ કરો.

લસણ ડુંગળી વગર બનાવો ટેસ્ટી અને ચટાકેદાર પાલક પનીર !