Summer Recipe : ગરમીમાં ઠંડકનો ડબલ ડોઝ આપશે શક્કરટેટી શેક શરબત, ફાલુદાને પણ ભૂલી જશો

Apr 09, 2025, 10:50 AM

શક્કરટેટી શેક શરબત

ઉનાળો શરુ થતાં જ લોકો ગરમી સામે રક્ષણ મેળવવા માટે અલગ અલગ ઉપાયો કરતા હોય છે. જેમાં ઠંડા પીણાનો પણ સમાવેશ થાય છે.

શક્કરટેટી શેક શરબત

ઉનાળામાં મળતા ફળો પણ ગરમી સામે રક્ષણ આપે છે. જેમાં શક્કરટેટી પણ છે. આ ફળ ખાવાથી શરીરને ઠંકડ આપે છે.

શક્કરટેટી શેક શરબત

અહીં આપણે શક્કરટેટી શેક શરબત બનાવીશું જે ગરમીમાં ઠંડકનો ડબલ ડોઝ આપશે.

શક્કરટેટી શેક શરબત માટે સામગ્રી

શક્કરટેટી, કન્ડેસ્ક મીલ્ક, દૂધ, વેનિલા પાઉડર, કેસરના વાળા, ડ્રાયફ્રૂટ, તકમરીયા બીજ, નાના સાબુદાણા

શક્કરટેટી શેક શરબત બનાવવાની રીત

સૌથી પહેલા એક શક્કરટેટી લેવી જેને વચ્ચેથી કાપીને તેમાં રહેલા બીજના ભાગેને દૂર કરી અંદરનો પલ્પ કાઢીને મીક્સરમાં ગ્રાઈન્ડ કરીને પ્યુરી બનાવી લેવી.

શક્કરટેટી શેક શરબત બનાવવાની રીત

બીજી તરફ એક પેનમાં દૂધ લઈને ઉકાળવું, દૂધ ઘટ બને ત્યાં સુધી ઉકાળતા રહેવું. બીજી તરફ એકનાની વાટકીમાં વેનિલા પાઉડરને ઓગાળવો.

શક્કરટેટી શેક શરબત બનાવવાની રીત

આ મીશ્રણને ઉકળતા દૂધમાં ધીમે ધીમે નાખતા રહેવું અને સાથે દૂધને હલાવતા રહેવું જેથી લંગ્સના પડે. દૂધ થોડું ઘટ થાય ત્યાં સુધી હલાવતા રહો

શક્કરટેટી શેક શરબત બનાવવાની રીત

બીજી તરફ સાબુદાણાને ગરમ પાણીમાં ઉકાળો અને પારદર્શક થાય ત્યારે ચારણી વડે ગાળીને રાખી દો. એક વાટકીમાં તકમરીયાના બીજ પલાળી રાખવા.

શક્કરટેટી શેક શરબત બનાવવાની રીત

હવે ગરમ દૂધમાં શક્કરટેટીની પ્યુરી નાંખો અને થોડી વાર ગરમ થવા દો પછી સ્ટવને બંધ કરીને ઠંડુ થવા દો. ત્યાર બાદ સાબુદાણા અને તકમરીયા નાંખીને સારી રીતે મીક્સ કરો.

શક્કરટેટી શેક શરબત બનાવવાની રીત

આમ તૈયાર થઈ જશે શક્કરટેટી શેક શરબત, કાચના ગ્લાસમાં કાઢીને કટિંગ ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિસ કરો અને મજા માણો.