Aug 12, 2025
નાગપંચમીના દિવસે મોટાભાગના લોકોના ઘરમાં કુલેર બને છે. કુલેર એક ટેસ્ટી વાનગી છે.
નાગપાંચમી અને શીતળા સાતમના દિવસે પ્રસાદ તરીકે આ વાનગી બનાવવામાં આવે છે.
બાજરીના લોટમાંથી કુલેર બનાવવાની રેસીપી અહીં જણાવી રહ્યા છીએ. આવી રીતે બનાવશો તો એકદમ સ્વાદીષ્ટ બનશે.
બાજરીનો લોટ, ઘી, ઝીણો સમારેલો ગોળ.
સૌ પ્રથમ એક બાઉલમાં બાજરીના લોટને ચાળી લો. અન્ય એક વાસણમાં ગોળને ઝીણો સમારી લો.
એક મોટા વાસણમાં ઘી અને ઝીણો સમારેલ ગોળ નાખો. બન્નેને સારી રીતે મિક્સ કરી લો.
ત્યારબાદ તેમાં બાજરીનો લોટ ઉમેરો અને બધાને સારી રીતે મિક્સ કરી લો. જરૂર પડે તો ઘી ઉમેરવું. આ રીતે તમારી કુલેર તૈયાર થઇ જશે.
હવે આ બધા મિશ્રણના લાડુ વાળી લેવાં. લાડવા ના બનાવવા હોય તો તમે ભુક્કો પણ રાખી શકો છો.