Natural Air Freshener for Home | રૂમમાં આ વસ્તુઓ રાખો, રૂમ થઇ જશે સુગંધિત

Jul 21, 2025, 02:36 PM

કામ પછી ઘરે પાછા ફર્યા પછી આપણે બધા રાહતનો શ્વાસ લેવા માંગીએ છીએ. પરંતુ જો ઘરમાં પ્રવેશતા જ ગરમમાં દુર્ગંધ આવે તો?

તમારે ઘર ફ્રેશ અને સુગંધિત રાખવું હોય તો અહીં ઘરને હંમેશા કુદરતી રીતે ફ્રેશ અને સુગંધિત રાખવા માટે અહીં કેટલીક સરળ ટિપ્સ આપી છે

ડ્રાય ફૂલો અને લવંડર

તડકામાં સૂકવેલા ગુલાબ અથવા અન્ય કોઈપણ ફૂલની પાંખડીઓ એકત્રિત કરો. તેમાં લવંડર અથવા રોઝમેરી તેલના થોડા ટીપાં મિક્સ કરો અને તેને એક બાઉલમાં રાખો. આ ઘરમાં કુદરતી સુગંધ તરીકે કામ કરશે.

સુગંધિત છોડ

ઘરમાં તુલસી, ફુદીનો, રોઝમેરી અથવા લવંડર જેવા છોડ વાવો. આ છોડ તમારા ઘરની હવાને શુદ્ધ તો કરે જ છે, પણ એક અદ્ભુત કુદરતી સુગંધ પણ ફેલાવે છે.

ખાવાનો સોડા

બેકિંગ સોડા કુદરતી રીતે ગંધ શોષી શકે છે. તમારા ઘરના જુદા જુદા ખૂણામાં ખાસ કરીને રસોડામાં અને બાથરૂમમાં નાના કન્ટેનરમાં થોડો બેકિંગ સોડા મૂકો. દર અઠવાડિયે તેને બદલો.

વિનેગર

વિનેગર ગંધ શોષક છે. રૂમની વચ્ચે સફેદ વિનેગરનો એક નાનો કાચનો બાઉલ મૂકો. આ બાથરૂમ, રસોડામાં અથવા ભોંયરામાં આવતી દુર્ગંધ દૂર કરવામાં મદદ કરશે.

તજનું પાણી

એક બાઉલમાં તજ નાખીને પાણી ઉકાળો. તેને ગાળી લો, તેને સ્પ્રે બોટલમાં ભરો અને તમારા ઘરની સફાઈ કરતી વખતે તેનો ઉપયોગ કરો. ઘર ચમકતું રહેશે અને મીઠી, તીખી સુગંધથી ભરાઈ જશે.

દરવાજા અને બારીઓ ખુલ્લા રાખો

ઘરને હંમેશા બંધ રાખવાથી અંદરની હવા ભારે થઈ શકે છે અને ખરાબ ગંધ આવી છે. દિવસમાં ઓછામાં ઓછા 15-20 મિનિટ માટે બારીઓ અને દરવાજા ખુલ્લા રાખો. જેથી કુદરતી હવા અંદર પ્રવેશી શકશે અને ફરતી રહેશે.