વાળની ​​સંભાળ માટે ડુંગળીનો ઉપયોગ, નેચરલ હેર ડાય બનાવો

May 16, 2025, 02:12 PM

સફેદ વાળ એક મોટી સમસ્યા છે જે ફક્ત વૃદ્ધોને જ નહીં પણ યુવાનોને પણ અસર કરે છે.

સફેદ વાળને છુપાવા માટે તમારે બજારમાં મળતા મોંઘા કલર ખરીદવાની જરૂર નથી. તેમાં રહેલા કેમિકલ તમારા વાળને અસર કરી શકે છે. તેના બદલે ડુંગળીનો ઉપયોગ કરો.

ડુંગળીમાં રહેલું સલ્ફર વાળના વિકાસ અને તેના નેચરલ કલરને સુધારવામાં મદદ કરી શકે છે. તમે તેનો ઉપયોગ હેરડાય બનાવવા માટે કરી શકો છો.

સામગ્રી

બદામ, ડુંગળીની છાલ, મેથી, વિટામિન ઇ કેપ્સ્યુલ, નાળિયેર તેલ

કેવી રીતે તૈયારી કરવી

આ વાળનો કલર તૈયાર કરવા માટે તમારે લોખંડના પેનની જરૂર પડશે. તેમાં બદામ, મેથીના દાણા અને ડુંગળીની છાલ ઉમેરો અને શેકો.

કેવી રીતે તૈયારી કરવી

જ્યારે તે કાળા થઈ જાય, ત્યારે તેને ઠંડુ થવા દો. આને બારીક પીસી લો. તમે આ પાવડરનો એક ચમચી બાઉલમાં નાખી શકો છો. તમે વિટામિન E કેપ્સ્યુલ ખોલીને તેમાં ભેળવી શકો છો હેર ડાય તૈયાર થઈ જશે.

કેવી રીતે વાપરવું?

આ હેરડાય કોરા વાળ પર લગાવવો જોઈએ. તમે બ્રશનો ઉપયોગ કરીને આ તેને તમારા વાળમાં લગાવી શકો છો. બે કલાક બાદ તમે તેને વોશ કરી શકો છો.

રેગ્યુલર પરફ્યુમ લગાવો છો? આટલું જાણી લો