1 ચમચી વાટેલું ફુદીનો, 1 ચમચી ચણાનો લોટ, 1 ચમચી કાચું દૂધ, 1 ચમચી ગુલાબજળ
સૌ પ્રથમ ફુદીનાના પાનને ધોઈને પીસી પેસ્ટ તૈયાર કરો. એક બાઉલમાં ચણાનો લોટ, કાચું દૂધ અને ગુલાબજળ લો, હવે તેમાં ફુદીનાની પેસ્ટ ઉમેરો અને ફેસ પેક તૈયાર કરો.
આ પેક ચહેરાની ગરમી અને સોજો ઘટાડે છે. સ્કિનને ઠંડક આપે છે અને ખીલ થતા અટકાવે છે.
ગુલાબજળ અને દૂધ સ્કિનને કોમળ બનાવે છે. ચણાનો લોટ ત્વચામાંથી મૃત કોષોને દૂર કરીને ચમક લાવે છે.
ફુદીના ફેસ પેકનો ઉપયોગ અઠવાડિયામાં 3 વાર કરવાથી તમારા ચહેરા પર કુદરતી ચમક આવશે.