નાગરવેલના પાનમાં બળતરા વિરોધી અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો હોય છે. તે ખોપરી ઉપરની ચામડીને સાફ કરવામાં થાય છે.
નાગરવેલના પાનનો ઉપયોગ : વાળના મૂળને મજબૂત બનાવવામાં અને બળતરા ઘટાડવામાં મદદ કરે છે. વધુમાં તે વાળમાં હર્બલ રંગ ઉમેરવામાં મદદ કરે છે, જે લાંબા સમય સુધી ટકી રહે છે.
4 ચમચી મેંદીના પાનનો પાવડર, 6 ઝીણા સમારેલા નાગરવેલના પાન, 1 ચમચી ચા, 2 કપ, 2 કપ પાણી
એક વાસણમાં 2 કપ પાણી લો અને તેમાં 1 ચમચી ચાના પાન નાખીને ઉકાળો. ચા ઉકળે ત્યારે તેમાં નાગરવેલનો ભૂકો નાખો અને બીજી 5 મિનિટ સુધી ઉકાળો.
પછી આખું મિશ્રણ ગાળીને ઠંડુ કરો, બીજા વાસણમાં મેંદી પાવડર અને ચા અને નાગરવેલના પાનમાંથી બનાવેલ પાણી સારી રીતે મિક્સ કરો. મિશ્રણને 8 કલાક ઢાંકી રાખો.
જો તમારા વાળ તેલ વાળા હોય, તો તમે દર બીજા દિવસે તેને ધોઈ શકો છો. જો તમારા વાળ ડ્રાય કે સામાન્ય હોય, તો અઠવાડિયામાં ફક્ત બે વાર જ તમારા વાળ ધોઈ લો.
તેને ઓછામાં ઓછા 30 મિનિટ સુધી રહેવા દો, પછી ઠંડા પાણીથી ધોઈ લો. શેમ્પૂ ન કરો.
તે સંપૂર્ણપણે કુદરતી અને રસાયણ મુક્ત છે,ગ્રે વાળને ઢાંકવામાં મદદ કરે છે. વાળનો રંગ ઘેરો અને ચમકદાર બનાવે છે.