Navratri 2023 : નવરાત્રી દરમિયાન ગરબા રમવાથી થાય આટલા ફાયદા, જલ્દી કેલરી થશે બર્ન, વજન ઘટાડવામાં મદદગાર

Oct 13, 2023, 11:44 AM

15મી ઓક્ટોબર,રવિવારના દિવસથી શારદીય નવરાત્રી પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે.

નવરાત્રી પર્વ નિમિત્તે રાજ્યના વિવિધ શહેરોમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને અમદાવાદ શહેર નવરાત્રીના રંગે રંગાશે!

નવરાત્રી શરૂ થવાના થોડા દિવસ પહેલાજ બજારોમાં માનવ મહેરામણનો માહોલ બને છે. આ ઉપરાંત ગરબામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમે છે. ગરબા કરવાથી અંસખ્ય ફાયદા થાય છે, શું તમે જાણો છો ગરબા કરવાના આ સ્વાસ્થ્ય ફાયદા વિષે, અહીં વાંચો.

ગરબા રમવાથી થતા સ્વાસ્થ્ય ફાયદા : નિષ્ણાત એકંદર સારા સ્વાસ્થ્ય માટે દરરોજ એક કલાક તમારા શરીરને એકટીવ રાખવાની ભલામણ કરે છે. અને તમને ગમતું વર્કઆઉટ કરવા કરતાં વધુ સારું શું હોઈ શકે? "તમારા મિત્રો સાથે બીટ પર ડાન્સ કરવો એ તમારા સ્નાયુઓ મજબૂત કરવા ઉપરાંત ઘણી બધી કેલરી બર્ન કરવામાં મદદ કરે છે.એક કલાક ગરબા રમવાથી 500-600 કેલરી બર્ન થાય છે. ફક્ત ગરબા રમીને અને તમારા આહારમાં કંઈપણ બદલ્યા વિના, તમે તે 2-3 કિલો વજન ઘટાડી શકો છો.

રબા હૃદય અને ફેફસાના સ્વાસ્થ્યમાં સુધાર કરવામાં મદદ કરે ગરબાએ એરોબિક કસરતનું એક સ્વરૂપ છે. હૃદય અને ફેફસાંને મજબૂત કરવામાં મદદ કરે છે. તમારા શ્વાસોશ્વાસ તમારા બધા વર્કઆઉટ્સમાં મોટી ભૂમિકા ભજવે છે, ત્યાંથી તમારા કોર સ્નાયુઓને જોડે છે.

કોર સ્ટ્રેન્થ વધારે જો તમે દાંડિયા રસ રમો છો તો ત્યારે તે કોર અને ઓબ્લિક પર ઘણું ધ્યાન કેન્દ્રિત કરે છે અને કોર સ્ટ્રેન્થ વધારવામાં મદદ કરે છે.

ગરબાએ ફુલ બોડી વર્કઆઉટ છે ગરબા એ ફુલ-બોડી વર્કઆઉટ છે જેમાં શરીરના બધા ભાગોનું હલન ચલન થાય છે જે એકસાથે વિવિધ સ્નાયુ જૂથોમાં કામ કરે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર, આ 1 કલાકના ગરબા વર્કઆઉટની કાર્યક્ષમતા વધારે છે.

માનસિક સુખાકારી વધારે: ગરબા કરવાથી તમારી બોડીમાં ''હેપ્પી હોર્મોન'' રિલીઝ થાય છે, તે એન્ડોર્ફિન રિલીઝ કરે છે જે તમારા મૂડ સુધારવમાં મદદ કરે છે અને એકન્દરે માનસિક સ્વાસ્થ્યની સુખાકારી વધારે છે.

હેલ્થ એક્સપર્ટ અનુસાર, ગરબા કરવા દરમિયાન બ્રેક લઇને આરામ કરવો, તમારી બોડીને હાઈડ્રેટેડ રાખવા માટે પાણી પીવું જરૂરી છે.