Navratri 2025 | નવરાત્રી ઉપવાસ દરમિયાન સ્પેશિયલ દૂધીનો હલવો, જાણો રેસીપી

Sep 24, 2025, 03:18 PM

નવરાત્રી 2025

નવરાત્રી (Navratri) ઉપવાસનું હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ છે. આ પવિત્ર દિવસોમાં ઘણા લોકો ઉપવાસ રાખે છે, અને આ નવ દિવસો દરમિયાન ફરાળ કરે છે.

મલાઈદાર દૂધીનો હલવો ખુબજ ટેસ્ટી બને છે, જે સરળતાથી ઓછા સમયમાં બની જાય છે, અહીં જાણો દૂધીનો હલવો બનાવાની રીત

દૂધીનો હલવો અહીં બનાવ્યો છે જે નવી ટ્રીકથી બનાવ્યો છે માવા વગર મલાઈદાર દૂધીનો હલવો બનાવવાની સિક્રેટ ટિપ્સ જાણો

સામગ્રી

2 કપ છીણેલી દૂધ, 1 કપ દૂધ, 3 ટેબલસ્પૂન કંડેંસડ મિલ્ક, 2 ટેબલસ્પૂન ઘી , 3 ટેબલસ્પૂન ખાંડ, 10 ટુકડાઓમાં કાપેલા કાજુ, 10 ટુકડાઓમાં કાપેલી બદામ, 15 કિશમિશ,1/4 ટીસ્પૂન એલચીનો પાઉડર

દૂધીનો હલવો રેસીપી

દૂધીની છાલ ઉતારો અને છીણી લો. છીણેલી દૂધીમાંથી વધારાનું પાણી કાઢવા માટે તેને નિચોવી લો.

દૂધીનો હલવો રેસીપી

એક કડાઈમાં મધ્યમ આંચ પર ઘી ગરમ કરો. તેમાં છીણેલી દૂધી નાખોં, તેને ચમચાથી સતત હલાવીને 4 મિનિટ માટે સાંતળો.

દૂધીનો હલવો રેસીપી

તેમાં ફૂલ ફેટ દૂધ અને કંડેંસડ મિલ્ક નાખોં, બરાબર મિક્ષ કરો અને મિશ્રણને ઉકળવા માટે મૂકો.

દૂધીનો હલવો રેસીપી

જ્યારે મિશ્રણ ઉકળવાનું શરૂ થાય ત્યારે આંચને ધીમી કરી દો અને તેને ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો. તેમાં લગભગ 15 મિનિટનો સમય લાગશે.

દૂધીનો હલવો રેસીપી

ચમચાથી મિશ્રણને સતત હલાવતા રહો. તેમાં ખાંડ, કાપેલા કાજુ, કિશમિશ અને કાપેલી બદામ નાખોં.

દૂધીનો હલવો રેસીપી

તેને સતત ચમચાથી હલાવીને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી અને સૂકું થવા લાગે ત્યાં સુધી પકાવો. તેમાં લગભગ 4 મિનિટનો સમય લાગશે.

દૂધીનો હલવો રેસીપી

ગેસને બંધ કરી દો. તેમાં એલચીનો પાઉડર નાખોં અને બરાબર મિક્ષ કરો. સ્વાદિષ્ટ દૂધીનો હલવો પીરસવા માટે તૈયાર છે.