Sep 29, 2025
છોલીને સમારેલ 4-5 નારંગી, મધ - 1-2 ચમચી (સ્વાદ મુજબ), 1 ચમચી લીંબુનો રસ, 1/2 કપ પાણી (જરૂર મુજબ), ફુદીનાના પાન - 4-5 પાન (સજાવટ માટે)
સૌ પ્રથમ નારંગીની છાલ કાઢીને તેના ટુકડા કરી લો, હવે નારંગીના ટુકડાને બ્લેન્ડરમાં નાખો.
પછી તેમાં 1-2 ચમચી મધ અને ૧ ચમચી લીંબુનો રસ ઉમેરો. જો તમને રસ ખૂબ જાડો લાગે, તો અડધો કપ પાણી ઉમેરો અને તેને સારી રીતે ભેળવી દો.
તૈયાર કરેલા રસને ચાળણી દ્વારા ગાળી લો, પછી રસને ગ્લાસમાં રેડો, તેને બરફ અને ફુદીનાના પાનથી સજાવો.