Sep 26, 2025
ફાડા લાપસી એ ગુજરાતના પરંપરાગત મિષ્ટાનમાંથી એક છે. તહેવાર પર ગુજરાતી ઘરોમાં ફાડા લાપસી બને છે.
અહીં તમને સ્વાદિષ્ટ ફાડા લાપસી બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ.
ઘઉંના ફાડા, ઘી, ખાંડ કે ગોળ, પાણી, એલચી પાવડર, જાયફળ પાવડર, કાજુ, દ્રાક્ષ.
ફાડા સીધા ઘી માં શેકવાને બદલે પહેલા એક પહોળા વાસણમાં 1 કપ ઘઉંના ફાડા નાખીને શેકી લો. ફાડા થોડા શેકાય ત્યાર પછી ઘી ઉમેરી ફરીથી ફાડા શેકો. ફાડા સહેજ ફૂલેલા લાગે ત્યાં સુધી તેને શેકવા.
બીજી તરફ એક વાસણમાં પાણી ઉકાળવા મૂકી દો. શેકાયેલા ફાડાને ગરમ પાણીમાં નાખી દો અને પાણીમાં ગોળ ઉમેરીને તે ઓગળી ન જાય ત્યાં સુધી બરાબર હલાવો.
આ પછી મિશ્રણને એક વાસણમાં કાઢી લો. આ વાસણને કૂકરમાં મૂકી ત્રણથી ચાર સીટી વાગવા દો.
બીજી તરફ એક વાસણમાં થોડુ ઘી કાઢી લો અને તેમાં કાજુ-દ્રાક્ષ સાંતળી લો. પછી એ જ ઘી માં કૂકરમાં બફાઈ ગયેલા ફાડા કાઢીને બરાબર સાંતળી લો.
ફાડા ઘી માં સંતળાય પછી તેમાં જાયફળ પાવડર અને એલચી પાવડર નાખી મિક્સ કરી લો.
આ રીતે તમારી ફાડા લાપસી તૈયાર થઇ જશે. લાપસીને સાંતળેલા કાજુ-દ્રાક્ષથી ગાર્નિશ કરો.