Sep 18, 2025
2-3 બાફેલા બટાકા, 2 ચમચી શિંગોડાનો લોટ, 2 ચમચી શેકેલી મગફળીનો ભૂકો, 2 નંગ લીલા મરચાં, 1 ઇંચનો ટુકડો આદુ, 2 ચમચી કોથમીર, સિંધવ મીઠું: સ્વાદ મુજબ, 1 ચમચી લીંબુનો રસ, તળવા માટે તેલ
સૌ પ્રથમ, બાફેલા બટાકાને છોલીને એક મોટા બાઉલમાં બરાબર મસળી લો. તેમાં કોઈ મોટા ટુકડા ન રહે તેનું ધ્યાન રાખો.
હવે મસળેલા બટાકામાં શિંગોડાનો લોટ, શેકેલી સીંગનો ભૂકો, ઝીણા સમારેલા લીલા મરચાં, છીણેલું આદુ, ઝીણી સમારેલી કોથમીર, સિંધવ મીઠું અને લીંબુનો રસ ઉમેરો.
આ બધી સામગ્રીને હાથ વડે બરાબર મિક્સ કરી લો જેથી એક સુંવાળો અને બંધાઈ શકે તેવો લોટ તૈયાર થાય. જો મિશ્રણ વધારે ઢીલું લાગે તો થોડો વધુ સિંગોડાનો લોટ ઉમેરી શકો છો.
મિશ્રણમાંથી ગોળા વાળીને ટીક્કી બનાવો, તેલ ગરમ કરો. તેલ બરાબર ગરમ થાય એટલે ટીક્કી ધીમેથી મૂકો, ટિક્કીને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરો.
ગરમાગરમ ફરાળી ટીક્કીને ફરાળી ચટણી, દહીં અથવા ખજૂર-આંબલીની ચટણી સાથે સર્વ કરો અને ઉપવાસ દરમિયાન તેનો સ્વાદ માણો.