Sep 26, 2025
1/2 કપ મોરૈયો અથવા સમા લોટ, 1/4 કપ બિયાં સાથેનો લોટ, 1 ચમચી સાબુદાણાનો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું,
2 ચમચી સમારેલી કોથમીર, 2 ચમચી છીણેલું આદુ, 1 લીલું મરચું, 2 ચમચી ખાટું દહીં, 1/2 ટીસ્પૂન શેકેલું જીરું, 1/4 ટીસ્પૂન કાળા મરી, 1/2 ટીસ્પૂન ઈનો અથવા ફ્રુટ સોલ્ટ
1 ચમચી ઘી, 1 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન તલ, થોડા મીઠા લીમડાના પાન,થોડા લીલા મરચા
એક બાઉલમાં બધા લોટ મિક્ષ કરો, એમાં સ્વાદ અનુસાર મીઠું, આદુ મરચુંની પેસ્ટ, ખાટા દહીં ઉમેરો! હવે પાણી ઉમેરો અને સારી રીતે મિક્ષ કરો. તેને 30 મિનિટ માટે રેસ્ટ આપો
હવે અડધું બેટર લો અને તેમાં શેકેલું જીરું, કાળા મરી અને પાણી ઉમેરો! હવે સારી રીતે ભેળવી દો.
હવે એક પેનમાં ઘી, જીરું, અને લીલા મરચાં ઉમેરો. હવે બેટરમાં ઈનો ઉમેરો અને સારી રીતે મિક્સ કરો! ત્યારબાદ એક પેન ગેસ પર ગરમ કરો, એમાં બેટર રેડો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ઢાંકી દો!
ફરાળી હાંડવો બન્ને બાજુને ફ્લિપ કરો અને તેને બીજી બાજુ ગોલ્ડન બ્રાઉન થવા દો! થઇ જાય એટલે ગરમ ગરમ ફરાળી હાંડવો સર્વ કરો.