Navratri 2025 | ફરાળી દૂધી કટલેસ રેસીપી, ટેસ્ટી અને પૌષ્ટિક!

Sep 29, 2025, 03:35 PM

નવરાત્રી (Navratri) ના તહેવારનો આજે છેલ્લો દિવસ છે. નવરાત્રીના પવિત્ર તહેવાર દરમિયાન, ભક્તો માતાજીની આરાધના કરે છે. આ ખાસ પ્રસંગે ઘણા લોકો ઉપવાસ રાખે છે.

ઘણા લોકો નવરાત્રી દરમિયાન લસણ અને ડુંગળી ખાવાનું ટાળે છે. પરંતુ તમને કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય તો આ પ્રસંગે તમે દૂધીની કટલેટ બનાવી શકો છો.

દૂધી

દૂધી કટલેટ બનાવવા માટે સરળ અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. બાળકો અને મોટા લોકો ઘણીવાર દૂધી ખાવાનું પસંદ કરતા નથી, પરંતુ આ કટલેટ તમે એમની માટે બનાવી શકો છો, તેઓને ભાવશે, જાણો દૂધી કટલેટ રેસીપી

દૂધી કટલેસ રેસીપી સામગ્રી

1 મધ્યમ કદની છીણેલી દૂધી, 2 મધ્યમ કદના બાફેલા બટાકા, ફરાળી મીઠું, અડધો કપ છીણેલું પનીર, 2 બારીક સમારેલ લીલા મરચાં, અડધી ચમચી જીરું, 2 ચમચી મગફળી, અડધી ચમચી કાળા મરી પાવડર, તેલ કે ઘી

દૂધી કટલેસ રેસીપી

દૂધીની કટલેટ બનાવવા માટે દૂધીને છોલીને છીણી લો અને તેનું પાણી નિચોવી લો, તેમાં બાફેલા બટાકા મેશ કરો.

દૂધી કટલેસ રેસીપી

એક મોટા બાઉલમાં, દૂધી, બટેટા, છીણેલું ચીઝ, સિંધવ મીઠું, કાળા મરી પાવડર, બારીક વાટેલી મગફળી, જીરું અને લીલા મરચાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

દૂધી કટલેસ રેસીપી :

આ મિશ્રણમાંથી ટિક્કીઓ બનાવો અને તેને પ્લેટમાં મૂકો, તવાને ગરમ કરો અને થોડું તેલ અથવા ઘી ઉમેરો.

દૂધી કટલેસ રેસીપી

હવે કટલેટ બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી કુક કરો, ત્યારબાદ ગરમા ગરમ દૂધીના કટલેટ દહીં કે ચટણી સાથે પીરસો.