મખાના પનીર ટિક્કી રેસીપી, નવરાત્રી ફરાળ માટે પરફેક્ટ

Sep 18, 2025, 06:05 PM

નવરાત્રિ (Navratri) ને હવે ગણતરીના દિવસ બાકી છે. આ ખાસ તહેવારમાં નવ દિવસ માતાજીની આરાધના કરવામાં આવે છે. ઘણા ભક્તો 9 દિવસ નવરાત્રીના ઉપવાસ કરે છે.

નવરાત્રીમાં ઉપવાસમાં ખવાઈ એવી ફરાળી મખાના પનીર ટિક્કી રેસીપી અહીં શેર કરી છે, જે ઓછા સમયમાં બની જાય છે અને ખુબજ ટેસ્ટી બને છે.

મખાના પનીર ટિક્કી રેસીપી સામગ્રી

1 કપ મખાના, 1 કપ છીણેલું પનીર, 1/4 કપ છીણેલું ગાજર, 1/4 કપ સમારેલું કેપ્સિકમ, 2 લીલા મરચાં

મખાના પનીર ટિક્કી રેસીપી સામગ્રી

સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ચમચી કાળા મરીનો પાવડર, સિંગોડાનો લોટ 2 થી 3 ચમચી, 2 કપ ગરમ પાણી

મખાના પનીર ટિક્કી રેસીપી

મખાનાને 10 મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી રાખો, હવે બાઉલમાં પનીર, ગાજર, કેપ્સિકમ, પલાળેલા મખાના, સ્વાદ પ્રમાણે મીઠું, કાળા મરીનો પાવડર, લીલા મરચાં, સમકનો લોટ ઉમેરો.

મખાના પનીર ટિક્કી રેસીપી

બધું મિક્સ કરો અને લોટ ભેળવો, થોડી માત્રામાં લોટ લો અને ટિક્કી બનાવો.

મખાના પનીર ટિક્કી રેસીપી

આ ટિક્કીને નોન સ્ટીક તવા પર અથવા શેલો ફ્રાય પર થોડું ઘી અથવા એર ફ્રાય અથવા બેક કરો, ગ્રીન ચટણી અથવા દહીં સાથે સર્વ કરો.