નવરાત્રીમાં નવે નવ દિવસ માતાજીને પ્રસાદ ભોગ ધરાવવામાં આવે છે. તેમા આઠમ અને નોમ પર માતાજીને મહાપ્રસાદનો ભોગ અર્પણ કરવાય છે. અહીં પરફેક્ટ માપ સાથે નવરાત્રી માટે મહાપ્રસાદ બનાવવાની રેસીપી આપી છે.
ઘી - 750 ગ્રામ, સોજી - 750 ગ્રામ, ખાંડ - 750 ગ્રામ, એલચી પાઉડર - 2 ચમચી, દૂધ - 3 લીટર (ગરમ કરેલું), ડ્રાયફુટ્સના ટુકડા - 1 વાટકી
ગેસ પર એક કઢાઇમાં 750 ગ્રામ શુદ્ધ ઘી ગરમ કરો
ઘી ગરમ થાય એટલે તેમા સોજી મીડિયમ આંચ પર 20 થી 25 મિનિટ સુધી શેકવાની છે. સોજી સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાની છે. આ દરમિયાન સોજી સતત હલાવતા રહેવું જેથી દાઝી ન જાય.
સોજી શેકાઇ જાય બાદ કઢાઇમાં 3 લીટર દૂધ અને ઉમેરો. આ દૂધ ગરમ કરેલું હોવું જોઇએ.
કઢાઇમાં દૂધ પછી ખાંડ ઉમેરી સોજીને સતત હલાવતા રહો, જેથી શીરો દાઝી ન જાય.
સોજી બધું દૂધ શોષી લે અને ઘી છુંટું થાય ત્યાં સુધી સતત હલાવતા રહો.
સોજી માંથી ઘી છુંટું થવા લાગે ત્યારે છેલ્લે એલચી પાઉડર અને કાજુ બદામ સુકી દ્રાક્ષના ટુકડા, પીસ્તા ઉમેરી બધી સામગ્રી મિક્સ કરી લો.
નવરાત્રી માટે મહાપ્રસાદ તૈયાર છે. આ રીતે પરફેક્ટ માપ સાથે તૈયાર કરેલો સોજીના શીરાનો મહાપ્રસાદ એકદમ દાણા લાગશે અને મોંમાં મુકતા જ ઓગળી જશે.