Navratri 2025। નવરાત્રી ઉપવાસ માટે મખાનાની મીઠી ખીર પરફેક્ટ

Sep 22, 2025, 03:40 PM

મખાના સૌથી પૌષ્ટિક અને હેલ્ધી નાસ્તો છે. મખાનાનો ઉપયોગ જુદી જુદી રીતે જેમ કે, મીઠી અને સ્વાદિષ્ટ વસ્તુઓ બનાવવા માટે કરી શકાય છે.

નવરાત્રી 2025

નવરાત્રી (Navratri) ઉપવાસનું હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ છે. આ પવિત્ર દિવસોમાં ઘણા લોકો ઉપવાસ રાખે છે, અને આ નવ દિવસો દરમિયાન ફરાળ કરે છે.

મખાના ખીર ખુબજ ટેસ્ટી બને છે અને સરળતાથી બની જાય છે. જે નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરનારા બધા લોકો માટે યોગ્ય છે. અહીં જાણો મખાના ખીર રેસીપી

મખાના ખીર રેસીપી સામગ્રી

200 મિલી દૂધ, 30-50 ગ્રામ ડ્રાયફ્રૂટ્સ, 50 ગ્રામ મખાના, 2 ચમચી ગોળ, કેસર 1-2

મખાના ખીર રેસીપી

સૌપ્રથમ, એક કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં મખાના ઉમેરો અને તેને હળવા હાથે તળો જેથી તે ક્રિસ્પી થાય.

મખાના ખીર રેસીપી

મખાનાને બાજુમાં રાખીને એક મોટા વાસણમાં દૂધ નાખો અને તેને ઉકળવા દો. દૂધ બળી ન જાય તે માટે તેને હલાવતા રહો.

મખાના ખીર રેસીપી

જ્યારે અડધું દૂધ બાકી રહે ત્યારે તેમાં ગોળ અને એલચી પાવડર ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો.

મખાના ખીર રેસીપી

હવે તેમાં શેકેલા મખાના ઉમેરો અને ખીરને ધીમા તાપે પાકવા દો. ખીર ઘટ્ટ થાય ત્યાં સુધી રાંધો.

મખાના ખીર રેસીપી

જ્યારે ખીર સારી રીતે ઘટ્ટ થઈ જાય, ત્યારે તેમાં સમારેલી બદામ, પિસ્તા અને કેસર ઉમેરો. કેસર ખીરને અદ્ભુત કલર અને સુગંધ આપશે, ખીર ગરમ કે ઠંડા બંને રીતે પીરસી શકાય છે.

મખાના ખીર

મખાના ખીર ગરમ કે ઠંડા બંને રીતે પીરસી શકાય છે. તમારા પરિવાર અને મિત્રો સાથે તેનો આનંદ માણો.

Navratri 2025 | ઉપવાસમાં ગળ્યું ખાવાની ઈચ્છા રહ્યા તો બનાવો ટેસ્ટી શિંગોડાના લોટનો શીરો, જાણો રેસિપી