Sep 24, 2025
2 ચમચી ઘી, 2 લવિંગ, 4 લીલી એલચી, 1 કપ દાળિયા/તૂટેલા ઘઉં, 2 ચમચી કિસમિસ, 8-10 બદામ, 8-10 કાજુ, 3 કપ ગરમ પાણી, 1 કપ ગોળ પાઉડર
સૌ પ્રથમ પ્રેશર કૂકરમાં ઘી ઉમેરો અને ગરમ થાય એટલે તેમાં લવિંગ અને લીલી ઈલાયચી નાખીને 10-15 સેકન્ડ માટે શેકી લો.
હવે દળિયા ઉમેરો અને 3-4 મિનિટ સુધી શેકો જ્યાં સુધી તે લાઈટ બ્રાઉન કલર ના થઈ જાય અને સુગંધિત થઈ જાય.
ત્યારબાદ એમાં કાજુ, બદામ, કિસમિસ ઉમેરો અને એક મિનિટ માટે શેકી લો. ગરમ પાણી અને ગોળ પાવડર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
તેને મધ્યમ તાપ પર 2-3 મિનિટ સુધી ઉકળવા દો. હવે 3 સીટી વગાડવા માટે પ્રેશર કુક કરો. વરાળ રિલીઝ થઇ જાય પછી ઢાંકણ ખોલો,એટલે તમારી રાજસ્થાની લાપસી તૈયાર છે.