Sep 23, 2025
નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. જેમાં લોકો માતાની ભક્તિ સાથે ઉપવાસ કરે છે અને ફરાળ જમે છે.
ઉપવાસમાં એનર્જી જળવાય તે માટે તમે સાબુદાણા ખીર રેસીપી બનાવી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.
સાબુદાણા, દૂધ, ખાંડ, એલાઇચીનો પાઉડર, કેસરના તાંતણાં, બદામ, પાણી.
એક કડાઈમાં મધ્યમ આંચ પર દૂધ ગરમ કરો. જ્યારે દૂધમાં ઊભરો આવી જાય ત્યારે તેમાં પલાળેલા સાબુદાણા નાખો.
આ પછી તેમાં ખાંડ નાખો અને બરાબર ચમચાથી મિક્સ કરો. તેને મધ્યમ આંચ પર પારદર્શી અને નરમ થઈ જાય ત્યાં સુધી પકાવો.
કડાઈથી ચિપકી ના જાય તે માટે ચમચાથી દૂધને સતત હલાવતા રહો. આ પછી આંચને ધીમી કરો અને તેમાં એલાઇચીનો પાઉડર અને કેસર નાખો.
તેને ચમચાથી સતત હલાવો અને દૂધ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી પકાવો. તેમાં લગભગ 5 થી 7 મિનિટનો સમય લાગશે.
ગેસને બંધ કરો અને ખીરને એક પીરસવાના બાઉલમાં કાઢો. તેને કાપેલી બદામથી સજાવો અને ગરમ અથવા ઠંડી પીરસો.