Sep 22, 2025
1 વાટકી શિંગોડાનો લોટ, 1 કપ પાણી, 2-3 ચમચી ઘી, 1/2 કપ ખાંડ અથવા ગોળ (સ્વાદ મુજબ), 2 કપ પાણી અથવા દૂધ, 1/4 ચમચી ઈલાયચી પાવડર, 1-2 ચમચી ડ્રાયફ્રૂટ્સ (બદામ, કાજુ, પિસ્તા વગેરે)
એક પેનમાં ઘી ગરમ કરો, તેમાં શિંગોડાનો લોટ અને પાણી ઉમેરો અને મધ્યમ તાપ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કુક કરો.
લોટનો કાચોપણું દૂર થાય છે અને શીરામાં અદ્ભુત સુગંધ આવે છે એક અલગ વાસણમાં પાણી અથવા દૂધ ગરમ કરો.
અને તેમાં ખાંડ અથવા ગોળ ઉમેરો અને તેને સારી રીતે ઓગાળી લો, જ્યારે લોટ સારી રીતે શેકાઈ જાય ત્યારે તેમાં ધીમે-ધીમે ખાંડ અથવા ગોળનું પાણી ઉમેરો.
હવે તેને સતત હલાવતા રહો જેથી કરીને કોઈ ગઠ્ઠો ન બને, જ્યારે શિરો ઘટ્ટ થઈ જાય ત્યારે તેમાં ઈલાયચી પાવડર ઉમેરો.
ત્યારબાદ ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો, ગરમા ગરમ શિરો તૈયાર છે. તેને ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરીને સર્વ કરો.