નવરાત્રીમાં માતાના નૈવધ માટે સુખડી બનાવો, એકદમ ટેસ્ટી બનશે

Sep 27, 2025, 10:49 PM

સુખડી ફેમસ વાનગી

સુખડી ગુજરાતની ફેમસ વાનગી છે. સુખડીને માતર પણ કહેવાય છે. નવરાત્રીમાં માતાના નૈવધ માટે ઘણા લોકો સુખડી બનાવે છે.

સુખડી રેસીપી

નરમ સુખડી ખાવાની મજા આવે છે. જો તમે પણ નરમ અને સ્વાદીષ્ટ સુખડી બનાવવા માંગો છો તો અહીં રેસીપી જણાવી રહ્યા છીએ.

સુખડી સામગ્રી

ઘઉંનો લોટ, ઘી, ગોળ, દૂધ.

સુખડી બનાવવાની રીત, સ્ટેપ 1

ગેસ ઉપર કડાઇમાં ઘી ગરમ કરવાં મુકો. ઘી પીગળવા લાગે પછી ઘઉંનો લોટ ઉમેરી મિક્સ કરી લો.

સ્ટેપ 2

હવે લોટ ગોલ્ડન કે બ્રાઉન થાય ત્યાં સુધી લોટને હલાવતાં રહો. લોટ ગોલ્ડન થઈ જાય પછી ગેસ બંધ કરી દેવો અને તેમાં ગોળ ઉમેરી બરાબર મિક્સ કરવો. સતત હલાવતા રહેવું જેથી કડાઇમાં ચોંટે નહીં.

સ્ટેપ 3

હવે મિશ્રણને થાળીમાં એક્સરખું પાથરી દેવું અને ઉપર વાટકીની ઉંધી બાજુથી ફેરવી એક સરખું લેએર કરી દેવું. આ રીતે તમારી ટેસ્ટી સુખડી તૈયાર થઇ જશે.

સ્ટેપ 4

જો સુખડી એકદમ નરમ બનાવવી હોય તો થાળીમાં પાથરતાં પહેલાં 2 ચમચી દૂધ ઉમેરી મિક્સ કરી પછી પાથરવી.

ગરમાગરમ સુખડી તૈયાર

થોડીવાર પછી ચપ્પાથી એકસરખા કાપા પાડી દેવા. પછી તેને ગરમાગરમ સર્વ કરો.