Besan Milk Cake Recipe : બીજા નોરતે માતાજીના પ્રસાદમાં ધરો બેસન મિલ્ક કેક

Oct 04, 2024, 03:31 PM

સામગ્રી

1 કપ ઘી, 2 કપ (250 ગ્રામ) ચણાનો લોટ, 1 કપ (125 ગ્રામ) મિલ્ક પાવડર, 1¼ કપ (300 મિલી) પાણી, ¾ કપ (150 ગ્રામ) ખાંડ, ½ ટીસ્પૂન ઈલાયચી પાવડર, પિસ્તા, બદામને ગાર્નિશ કરવા માટે

બેસન મિલ્ક કેક રેસીપી

સૌ પ્રથમ એક પેન ગરમ કરો એમાં ઘી નાખો, ઘી ગરમ થાય એમાં ચણાનો લોટ નાખો.

બેસન મિલ્ક કેક રેસીપી

ત્યારબાદ ચણાના લોટને સારી રીતે શેકાવવા દો, એમાં મિલ્ક પાઉડર ઉમેરો અને સતત મિક્ષ કરતા રહો.

બેસન મિલ્ક કેક રેસીપી

હવે એક પેનમાં પાણી ગરમ કરો, એમાં ખાંડ ઉમેરો અને ચાસણી તૈયાર કરો. ચાસણી તૈયાર થઇ એટલે ચણાના લોટના બેટરમાં ઉમેરો.

બેસન મિલ્ક કેક રેસીપી

ફરી ગેસ પર મુકો અને સારી રીતે મિક્ષ કરીને એમાં ઈલાયચી પાઉડર ઉમેરો, મિશ્રણને સતત હલાવતા રહો.

બેસન મિલ્ક કેક રેસીપી

થઇ જાય એટલે એક પાત્રમાં કાઢી રાખો, હવે બદામથી ગાર્નિશ કરીને સર્વ કરો.

Farali Sabudana Idli Recipe: ફરાળી સાબુદાણા ઈડલી રેસીપી, ઉપવાસ માટે ઉત્તમ વાનગી