1/2 કપ રાજગરા ધાણી, 1/2 કપ મખાના, 3/4 કપ દહીં, 1/2 કપ પનીર, 1/2 ટીસ્પૂન આદુ, 1 લીલું મરચું, 2 ચમચી કોથમીર, 1/4 કપ પલાળેલા સીંગદાણા
સૌ પ્રથમ મખાના રાજગરા ધાણીને મિક્ષર બ્લેન્ડરમાં નાખી બ્લેન્ડ કરી પાઉડર તૈયાર કરો.
હવે એક મોટા બાઉલમાં દહીં, છીણેલું પનીર, છીણેલું આદુ, સમારેલ લીલું મરચું, કોથમીર, સીંગદાણાનો ભૂકો, અને તૈયાર પાઉડર ઉમેરો અને બરોબર બધું મિક્ષ કરો.
હવે એ મિક્ષરમાંથી ગોળ શેપ આપીને બધા કબાબ તૈયાર કરી લો અને હવે રાજગરાની ધાણીથી કોટ કરી લો.
ત્યારબાદ એક પેન ગરમ કરો અને બધા કબાબ શેલો ફ્રાય કરી લો, બન્ને સાઈડ સારી રીતે ફ્રાય કરો.
ધ્યાન રાખો કે કબાબ ક્રિસ્પી થાય ત્યાં સુધી રાંધો અને પછી ચટણી સાથે સર્વ કરો.